
અમરેલી,07 એપ્રિલ (હિ.સ.)પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય લાઠી દ્વારા સ્વ.હરિભાઈ વાવડીયા ના મકાનમાં સ્માર્ટ નેચરોથેરપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સેવા કેન્દ્રના ઈનચાર્જ રાજયોગીની ચંપાદીદી તેમજ લાઠી પ્રાંત ઓફિસર બ્રહ્મભટ્ટ સાહેબે હાજર રહી કેમ્પનુ ઉદ્ઘાટન કરી કેમ્પ ખુલ્લો મૂક્યો હતો.
આ કેમ્પમાં કમર, ઘુટણ, હાથ પગ, અને સ્નાયુ ના દુખાવાના દર્દીઓ મોટા પ્રમાણમાં હાજર રહેલ અને ૮૫ લોકોએ નેચરો થેરાપીની થેરાપ્યુડ વેલનેસ સેન્ટર રાજકોટ ના પ્રતિભાબેન પટેલ અને ભાવનાબેન પટેલની સફળ સારવાર નો લાભ લીધેલ. અને આવી ટેકનીકની સારવાર થી લોકો માં ખુશી વ્યાપી હતી અને આ કેમ્પ આગામી ૬ દિવસ માટે સળંગ ફરી આયોજન કરવા લોક માંગણી ઉઠવા પામી હતી.
આ તકે બ્રહ્માકુમારી સંસ્થાના તમામ ભાઈ બહેનો હાજર રહી અને કેમ્પ સફળ બનાવવા સેવાઓ પૂરી પાડવામાં આવેલ. અને બ્રહ્માકુમારી ચંપાદીદી એ ઈશ્વરીય ભેટ સોગાત આપી આવી સેવા બદલ બિરદાવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai