પોરબંદરની હીરાવતી ફેક્ટરી ખાતે આયુષ્માન આરોગ્ય શિબિરમાં શ્રમિકોનું ટીબી સ્ક્રિનિંગ કરાયું
પોરબંદર, 07 એપ્રિલ (હિ.સ.) આરોગ્ય વિભાગ દ્વારા ‘ટીબી મુક્ત અભિયાન 2.0’ અંતર્ગત હાલ 100 દિવસનું વિશેષ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત પોરબંદરની હીરાવતી ફેક્ટરી ખાતે શ્રમિકો માટે આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં ફેક્ટરીમાં કામ કરતા કુલ 141 શ્રમિકોનું પ્રાથમિક ટીબી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. અને જેમાં 78 શ્રમિકોની આરોગ્ય તપાસણી દરમિયાન બ્લડપ્રેશર, એચઆઈવી અને બ્લડ સુગર જેવા મહત્વપૂર્ણ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા અંદાજે 100 જેટલા વ્યક્તિઓના સ્થળ પર જ એક્સ-રે કરવામાં આવ્યા હતા. જેમાં એક્સ-રેમાં અસામાન્યતા જોવા મળેલ લાભાર્થીઓની આગળની NAAT તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂરીયાત મુજબ તાત્કાલિક સારવાર કરાશે.

આ અભિયાન હેઠળ ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે તેમજ મફત નિદાન અને સારવાર આપવામાં આવે છે. અને આ કેમ્પના આયોજન માટે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તાલુકા ટીબી સ્ટાફ તથા હીરાવતી ફેક્ટરીના સહયોગી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande