

પોરબંદર, 07 એપ્રિલ (હિ.સ.) પોરબંદર કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ દાખલ થયેલ ફોજદારી કેસમાં આરોપી સાગર વસંત તુંબડીયા વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું પરંતુ વોરંટ ઇસ્યુ થયા બાદ આરોપી સાગર વસંત તુંબડીયા સજાથી બચવા નાસ્તો ફરતો હતો.ત્યારે પોરબંદર કમલાબાગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે આ આરોપી માછલી ઘરની પાછળ કંકાઈ મંદીર રોડ પર પોતાના ઘરે હાજર હોવાની બાતમી મળતા પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેકટર આર.સી.કાનમીયા, સર્વેલન્સ પો.સબ.ઈન્સ. એ.એ.ડોડીયા, સર્વેલન્સ સ્કવોડના એ.એસ.આઈ એસ.એ.બકોત્રા, પો.હેડ.કોન્સ. એન.ટી.ભટ્ટ, આર.પી.મકવાણા, પો.કોન્સ સાજન રામશીભાઈ, સુરેશ કીશાભાઈ, વિજય ખીમાભાઈ તથા દેવેન્દ્રસિંહ રણજીતસિંહ રોકાયેલ હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya