
સુરત, 07 એપ્રિલ (હિ.સ.): શહેરના રાંદેર વિસ્તારમાં ઉગત કેનાલ રોડ ઉપર ગતરોજ બાઈકને ઓવરટેક કરવા બાબતે અને કટ મારવા જેવી નજીક બાબતમાં બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પાંચ થી છ અજાણ્યા ઇસમોએ ત્રણ યુવકને ઢીકમુક્કીનો ઢોર માર મારી ઉપર છાપરી ચપ્પુના ઘા મારી હત્યાની કોશિશ કરતાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાની સાથે જ રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે ભોગ બનનારની ફરિયાદ લઈ અજાણ્યા ઈસમો સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે