ઓલ ઇન્ડીયા આંતર યુનિવર્સિટી ટગ ઓફ વોર સ્પર્ધામાં જામનગરના ત્રણ વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે
જામનગર, 07 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ભવન્સ શ્રી એચ. જે. દોશી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. ઓલ ઈન્ડિયા આંતર યુનિવર્સિટી ટગ ઓફ વોર (ભાઈઓ-બહેનો) ટુર્નામેન્
જામનગરના વિદ્યાર્થીઓની પ્રગતિ


જામનગર, 07 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ભવન્સ શ્રી એચ. જે. દોશી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. ઓલ ઈન્ડિયા આંતર યુનિવર્સિટી ટગ ઓફ વોર (ભાઈઓ-બહેનો) ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાં આ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

પસંદગી પામેલા વિદ્યાર્થીઓમાં પરમાર હિરલ કાંતિલાલ, જાડેજા મજબૂતસિંહ ક્રિષ્નસિંહ અને વાઘેલા ક્રિષ્નસિંહ જયેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ તારીખ ૦૭-૦૪-૨૦૨૬ થી ૧૦-૦૪-૨૦૨૬ દરમિયાન યુનિવર્સિટી ઓફ કાલીકટ - મલાપુરમ ખાતે યોજાનારી સ્પર્ધામાં ભાગ લેવા રવાના થયા છે, જ્યાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે.

વિદ્યાર્થીઓની આ વિશેષ સિદ્ધિ બદલ કોલેજના પ્રિન્સિપાલ ડો. તૌસિફખાન પઠાણ, વાઇસ પ્રિન્સિપાલ ડો. રવી ઓઝા તેમજ સમગ્ર મેનેજમેન્ટ અને સ્ટાફગણે ગૌરવની લાગણી વ્યક્ત કરી છે અને તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande