જામનગરના મહિલા વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયા
જામનગર, 07 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરમાં પઠાણી વ્યાજ વસૂલવા અંગેનો ત્રીજો ગુનો દાખલ થયો છે, અને એક મહિલા વ્યાજખોરના ચૂંગાલમાં ફસાયા હોવાનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. મહિલાએ ૩.૪૦ લાખ વ્યાજે લીધા હતા. તેના બદલામાં પોતાના સોનાના દાગીના ગીરવે
ફરિયાદ


જામનગર, 07 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરમાં પઠાણી વ્યાજ વસૂલવા અંગેનો ત્રીજો ગુનો દાખલ થયો છે, અને એક મહિલા વ્યાજખોરના ચૂંગાલમાં ફસાયા હોવાનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. મહિલાએ ૩.૪૦ લાખ વ્યાજે લીધા હતા. તેના બદલામાં પોતાના સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા, અને કટકે કટકે દોઢ લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવી દીધુ હતું, તેમ છતાં વ્યાજખોરે વધુ પાંચ લાખ રૂપિયા ની માંગણી કરી ગળામાં પહેરેલો સોનાનો ચેઇન લઇ લીધો હતો, દરમ્યાનમાં મામલો પોલીસમાં પહોચ્યો છે અને ગાંધીનગરના શખ્સ સામે બીએનએસ તથા મનીલેન્ડર્સ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રેન્જ આઇજી કચેરી ખાતે વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા લોકો માટે જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જામનગરના પ્રણામી સ્કુલ પાસે આશાપુરા સોસાયટી ગેઇટ નં. ૨ ખાતે રહેતા માધવીબેન જીતેન્દ્રભાઈ રાવલએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે એપ્રિલ-૨૦૨૫ દરમિયાન વિજયભાઈ અરેડીયા (રહે. ગાંધીનગર, સાઈબાબા મંદિર પાસે, જામનગર) પાસેથી ૬ ટકા વ્યાજે ૩,૪૦,૦૦૦ લીધા હતા. તેના બદલામાં આરોપીએ મહિલાના સોનાના દાગીના પોતાના કબજામાં લઈ લીધા હતા.

ફરિયાદ મુજબ, મહિલાએ અત્યાર સુધીમાં અંદાજે ૧,૫૦,૦૦૦ પરત આપ્યા હોવા છતાં આરોપી વધુ વ્યાજની માંગણી કરતો રહ્યો હતો. આરોપી વારંવાર મહિલાના ઘરે જઈ અપશબ્દો બોલતો તથા ફોન પર પણ ધમકીઓ આપતો હતો.

આ ઉપરાંત આરોપીએ મહિલાને રૂપિયા ૫,૦૦,૦૦૦ની માંગણી કરી પૈસા નહીં આપો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને મહિલાનો સોનાનો ચેઇન પણ બળજબરીથી લઈ લીધો હતો. મહિલાના દાગીના પરત નહી આપી ફરીયાદી પાસેથી રાક્ષસી વ્યાજ વસુલ કર્યાનું સામે આવતા આ અંગે સીટી-સી ડીવીઝનમાં માધવીબેન દ્વારા ગાંધીનગરના વિજય અરેડીયાની વિરુઘ્ધ બીએનએસ કલમ તથા ગુજરાત મનીલેન્ડર્સ એકટ મુજબ ફરીયાદ નોંધાવતા પીએસઆઇ જોશી તપાસ ચલાવી રહયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande