ગણેશ શુગર દ્વારા શેરડીના ભાવમા ગત વર્ષ કરતા વધારો કરી ટન દીઠ 3101 રૂ. જાહેર
-ખેડૂત આગેવાન સાથે બેઠક કરી જાહેર કરાયો હતો ભાવ ખેડૂતોમાં દિવાળી જેવો માહોલ -બેઠકમાં ફેક્ટરીના વિકાસ ફંડ માટે પ્રતિ ટન 31 રૂપિયાનો કાપ મુકાયો -નિર્ણય ફેક્ટરીના 18 હજાર સભાસદો અને સંસ્થાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાયો ભરૂચ 07 એપ્રિલ (હિ.સ.) ભ
ગણેશ શુગર દ્વારા શેરડીના ભાવમા ગત વર્ષ કરતા વધારો કરી ટન દીઠ 3101 રૂ. જાહેર


ગણેશ શુગર દ્વારા શેરડીના ભાવમા ગત વર્ષ કરતા વધારો કરી ટન દીઠ 3101 રૂ. જાહેર


ગણેશ શુગર દ્વારા શેરડીના ભાવમા ગત વર્ષ કરતા વધારો કરી ટન દીઠ 3101 રૂ. જાહેર


ગણેશ શુગર દ્વારા શેરડીના ભાવમા ગત વર્ષ કરતા વધારો કરી ટન દીઠ 3101 રૂ. જાહેર


ગણેશ શુગર દ્વારા શેરડીના ભાવમા ગત વર્ષ કરતા વધારો કરી ટન દીઠ 3101 રૂ. જાહેર


-ખેડૂત આગેવાન સાથે બેઠક કરી જાહેર કરાયો હતો ભાવ ખેડૂતોમાં દિવાળી જેવો માહોલ

-બેઠકમાં ફેક્ટરીના વિકાસ ફંડ માટે પ્રતિ ટન 31 રૂપિયાનો કાપ મુકાયો

-નિર્ણય ફેક્ટરીના 18 હજાર સભાસદો અને સંસ્થાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાયો

ભરૂચ 07 એપ્રિલ (હિ.સ.) ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં વટારિયા ગામે આવેલી ગણેશ સુગર ફેક્ટરી દ્વારા ચાલુ વર્ષે શેરડીના ભાવમાં ધરખમ વધારો જાહેર કરવામાં આવતા ખેડૂત સભાસદોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ફેક્ટરીની કસ્ટોડિયન કમિટીએ સંસ્થા અને સભાસદોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈને શેરડીનો પ્રતિ ટનનો ભાવ 3101 જાહેર કર્યો છે.

કસ્ટોડિયન કમિટીનો મહત્વનો નિર્ણય

ફેક્ટરીના વહીવટ માટે નિમવામાં આવેલી કસ્ટોડિયન કમિટી દ્વારા ગત સોમવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ફેક્ટરીના વિકાસ ફંડ માટે પ્રતિ ટન 31 રૂપિયાનો કાપ મુક્યા બાદ ચોખ્ખો ભાવ 3101 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. માત્ર છ દિવસના ટૂંકા અંતરાલ બાદ લેવાયેલા આ આશ્ચર્યજનક અને પ્રોત્સાહક નિર્ણયથી શેરડી પકવતા ખેડૂતોમાં ઉત્સાહનો સંચાર થયો છે.

અગ્રણીઓની ઉપસ્થિતિમાં લેવાયો નિર્ણય

આ ભાવ નિર્ધારણ પ્રક્રિયામાં પ્રદેશના અનેક સહકારી અગ્રણીઓ જોડાયા હતા, જેમાં મુખ્યત્વે

મહેન્દ્રસિંહ મહીડા કસ્ટોડિયન કમિટી ચેરમેન ,યોગેન્દ્રસિંહ મહીડા વાલિયા APMC ચેરમેન અને નર્મદા સુગરના ડાયરેક્ટર ,ભારતેન્દ્રસિંહ વાંસદિયા ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર અને હરેન્દ્રસિંહ ખેર કસ્ટોડિયન સભ્ય આ ઉપરાંત ભૂપતસિંહ માંગરોલા, ઈશ્વરસિંહ ખેર અને સહકાર ભારતીના તાલુકા પ્રમુખ ધર્મેશ ભટ્ટ સહિતના આગેવાનોએ સહિયારા પ્રયાસોથી આ નિર્ણયને આખરી ઓપ આપ્યો હતો.

સંસ્થાને બચાવવાનો સંકલ્પ

કસ્ટોડિયન કમિટી ચેરમેન મહેન્દ્રસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય ફેક્ટરીના 18 હજાર સભાસદો અને સંસ્થાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાયો છે. વાલિયા તાલુકાની તમામ સહકારી મંડળીઓના આગેવાનો એક થઈને સંસ્થાના હિતમાં કાર્ય કરી રહ્યા છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને શેરડીનો પૂરતો ભાવ આપી સંસ્થાને પુનઃ ધમધમતી કરવાનો છે.

ખેડૂતોમાં નવી આશાનો સંચાર

વાલિયા અને આસપાસના વિસ્તારના ખેડૂતોએ આ નિર્ણયને વધાવી લીધો છે. નોંધનીય છે કે ગણેશ સુગર ફેક્ટરી આ વિસ્તારની આર્થિક જીવાદોરી સમાન છે. નવા ભાવ જાહેર થવાથી ખેડૂતો હવે વધુ ઉત્સાહ સાથે સુગર ફેક્ટરીને શેરડીનો પુરવઠો પૂરો પાડશે, જેનાથી સંસ્થાની આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે.

સહકારી આગેવાનો ભાવ જાહેર કરવા એકજુટ થયા

શુગરની દૃષ્ટિએ દરેક સુગર 31 માર્ચે શેરડીના ભાવ જાહેર કરે છે.પરંતુ ગણેશ સુગરમાં એક અઠવાડિયું મોડું થયું છે કારણ કે કસ્ટોડિયન કમિટી અને ચેરમેન તેમજ જિલ્લાના સહકારી આગેવાનો સાથે પરામર્શ કરીને ગણેશ સુગરનાં સભાસદો તેમજ સંસ્થાને ધ્યાનમાં રાખી આવનારા દિવસોમાં શેરડીનો પુરવઠો મળે અને ખેડૂત સભાસદોને સારા ભાવ મળે સંસ્થા પણ મજબૂત થાય આવા આશયથી સહકારી આગેવાનો એકજુટ થઈ સંસ્થાને સારો ભાવ અપાવવા પ્રયાસ કર્યો છે.યોગેન્દ્રસિંહ મહિડા ચેરમેન એપીએમસી વાલિયા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande