
- ભાજપના પૂર્વ એમએલએ ભૂષણ ભટ્ટે કહ્યું-શહેર આખામાં ખાડિયા અખંડ રહેશે
- આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને ગુજરાત ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે
અમદાવાદ,07 માર્ચ (હિ.સ.) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 26 એપ્રિલના રોજ યોજાવાની છે,જેણે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના ઉમેદવારો નક્કી કરવા રાજ્યના અલગ-અલગ જિલ્લા અને શહેરોમાં યોજાયેલી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા છે.
આજે 7 એપ્રિલના રોજ મળનારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભાજપના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ ઉપર ચર્ચા કરાશે. શહેર અને જિલ્લા સંકલનના હોદ્દેદારો દ્વારા નક્કી કરવામાં આવેલા ત્રણથી ચાર નામોના પેનલની ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ ઉમેદવારના નામ ઉપર મહોર મારવામાં આવશે.બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરવાના બાકી છે પરંતુ બધા વોર્ડમાં ચુંટણીના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન કરવામાં આવ્યા છે અને ઘર ઘર સંપર્ક શરૂ થઈ ગયા છે.
અમદાવાદ ખાડિયા વોર્ડમાં ચુંટણીના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનપાકિસ્તાની એન્ટ્રી થઈ છે. ખાડિયા વોર્ડમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જમાલપુર-ખાડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે જાહેરમાં હુંકાર કરતા કહ્યું કે, ચૂંટણી આવે એટલે ઇલેક્શન ટુરીઝમ શરૂ થઈ જાય છે. ચારધામની યાત્રા કરતાં વધારે મહત્વ અખંડ ખાડિયાને ખંડિત કરવામાં હોય છે, પરંતુ 1972થી 2026 સુધી ખાડિયામાં ભાજપ જીતતું આવ્યું છે, ત્યારે 2026ની ચૂંટણીમાં આપણે સૌ ભેગા મળીને સંકલ્પ કરીએ કે, ખાડિયાને પાકિસ્તાન થવા નહીં દઈએ. બે ચાર દિવસમાં એવા લોકો આવશે, જેવા નામ એવા ચહેરા, પરંતુ ખાડિયા અખંડ છે અને તેમને કહી દેવાનું કે, ભારત માતાકી જય, જય હિન્દુસ્તાન. ભલે અમે ઓછા થયા પણ અમારી એકતા અખંડ છે. એમના મનસુબા અમે પુરા થવા નહીં દઈએ.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આજથી ઉમેદવારોના નામ ઉપર ચર્ચા કરવાની શરૂઆત થવાની છે.
મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીઓ અને સિનિયર કાર્યકર્તાઓ જે ચૂંટણી સમિતિની બેઠકના હોદ્દેદારો છે. તેમના દ્વારા મહાનગરપાલિકા નગરપાલિકા અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતની બેઠકો પર ચર્ચા કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ