સચીનના ઠગબાજ દ્વારા નવસારીના બિલ્ડર સાથે ત્રણ લાખની છેતરપિંડી
સુરત, 07 એપ્રિલ (હિ.સ.): નવસારીમાં રહેતા બિલ્ડરે સુરતના સચિન વિસ્તારમાં રહેતા અને લાઇઝનીંગનું કામ કરતા એક યુવકને તેમના પ્રોજેક્ટનું ફાયર સેફ્ટી ને લગતા એનઓસી માટેનું કામ સોપ્યું હતું. જોકે ત્યારબાદ આ કામ તેમને કરવાની બાહેંધરી આપી બિલ્ડર પાસેથી એડવા
Fraud


સુરત, 07 એપ્રિલ (હિ.સ.): નવસારીમાં રહેતા બિલ્ડરે સુરતના સચિન વિસ્તારમાં રહેતા અને લાઇઝનીંગનું કામ કરતા એક યુવકને તેમના પ્રોજેક્ટનું ફાયર સેફ્ટી ને લગતા એનઓસી માટેનું કામ સોપ્યું હતું. જોકે ત્યારબાદ આ કામ તેમને કરવાની બાહેંધરી આપી બિલ્ડર પાસેથી એડવાન્સમાં રૂપિયા ત્રણ લાખ મેળવી લીધા હતા અને બાદમાં કામ નહિ કરી બિલ્ડર સાથે છેતરપિંડી કરી હતી. જેથી ભોગ બનનાર બિલ્ડરે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ અમરેલીના ધારી તાલુકાના વતની અને નવસારીના જલાલપુર રોડ પર લીમડા ચોક પાસે આવેલ ચામુડા કૃપા સોસાયટીમાં રહેતા રાજેશકુમાર દલસુખભાઈ તળાવીયા બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. થોડા સમય અગાઉ તેમનો વાપીમાં એક પ્રોજેક્ટ પૂર્ણ થયો હતો. જેથી તેઓએ સુરતના સચિન વિસ્તારમાં રહેતા અને લાઇઝનીંગનું કામ કરતા કેતન હરીશભાઈ સુરતી નામના વ્યક્તિને ફાયર સેફ્ટી ને લગતું એનઓસી લાવવાનું કામ સોંપ્યું હતું. જેના બદલામાં કેતન સુરતી એ એડવાન્સમાં રૂપિયા 3 લાખ લઈ લીધા હતા અને ત્યારબાદ ફાયર એનઓસી નહિ અપાવી એડવાન્સમાં લીધેલી રકમ પોતાના અંગત કામ માટે વાપરી દીધી હતી એટલું જ નહીં પરંતુ બાદમાં રાજેશકુમારે પૈસાની પરત માંગણી કરતા તેમણે પૈસા આપવામાં વાયદાઓ કરી માત્ર સમય પસાર કર્યો હતો. ચાર મહિના કરતાં પણ વધારે સમય થવા છતાં એક પણ રૂપિયો નહીં આપી માત્ર વાયદા આપ્યા હતા. આ દરમિયાન કેતન સુરતી આ આપેલો ચેક પણ રિટર્ન થતા રાજેશકુમાર એ ફરીથી પૈસાની માંગણી કરતા કેતન સુરતીએ ખોટી ખોટી ભલામણો કરાવી હતી. આ ઉપરાંત બાદમાં રાજેશ કુમારને પૈસા પરત નહીં આપી ખોટા કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર રાજેશકુમારે સચિન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande