
રાજકોટ, 08 એપ્રિલ (હિ.સ.) : વિસાવદર તાલુકાના નાની મોણપરી તાલુકા પંચાયત સીટના ઉમેદવારનું નામ મતદારયાદીમાંથી કાઢી નાખવા માટે ગઈકાલે કોઈએ અરજી કરી હોવાનો ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે અમારા ઉમેદવારનું નામ કાપી નાખવા માટે ભાજપે જ અરજી કરી હશે. એક બાજુ અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ અને બીજી બાજુ અમારા ઉમેદવારનું નામ કાપી નાખવાની કોશિશ કરવામાં આવી છે.
ભાજપના લોકો અરજી કરે તો ચૂંટણી પંચ પણ તાત્કાલિક કામે લાગી જાય છે. સાથે જ દર બે કલાકે મતદાર યાદીમાં નામ ચેક કરવા AAP ઉમેદવારોને ગોપાલ ઈટાલિયાએ અપીલ કરી છે.
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક કથિત ઓડિયો ક્લિપ મામલે મૌન તોડ્યું છે. ઇટાલિયાએ આ ઓડિયોને સંપૂર્ણપણે બનાવટી અને AIથી તૈયાર કર્યો હોવાનું જણાવ્યું છે
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ