રાણાવાવમાં કિશોરીઓને ગર્ભાશય મુખના કેન્સર વિરોધી રસી એચપીવી રસીકરણ કરાયુ.
પોરબંદર,08 એપ્રિલ (હિ.સ.)રાણાવાવ શહેરની વધુમાં વધુ કિશોરીઓ સુધી ગર્ભાશય મુખના કેન્સર વિરોધી HPV રસીકરણ સેવા પહોંચે તે હેતુસર રાણાવાવ શહેરમાં રાણાવાવ તથા આદિત્યાણા કેન્દ્ર ખાતે ખાસ રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ જિલ્લા આરોગ્ય અધ
રાણાવાવમાં કિશોરીઓને ગર્ભાશય મુખના કેન્સર વિરોધી રસી એચપીવી રસીકરણ કરાયુ.


રાણાવાવમાં કિશોરીઓને ગર્ભાશય મુખના કેન્સર વિરોધી રસી એચપીવી રસીકરણ કરાયુ.


રાણાવાવમાં કિશોરીઓને ગર્ભાશય મુખના કેન્સર વિરોધી રસી એચપીવી રસીકરણ કરાયુ.


રાણાવાવમાં કિશોરીઓને ગર્ભાશય મુખના કેન્સર વિરોધી રસી એચપીવી રસીકરણ કરાયુ.


પોરબંદર,08 એપ્રિલ (હિ.સ.)રાણાવાવ શહેરની વધુમાં વધુ કિશોરીઓ સુધી ગર્ભાશય મુખના કેન્સર વિરોધી HPV રસીકરણ સેવા પહોંચે તે હેતુસર રાણાવાવ શહેરમાં રાણાવાવ તથા આદિત્યાણા કેન્દ્ર ખાતે ખાસ રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઝુંબેશ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ડી.બી. મહેતાના માર્ગદર્શન હેઠળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રાણાવાવ દ્વારા રવિવારે જાહેર રજાના દિવસે યોજાઈ હતી. રસી માટે લાયક કિશોરીઓના ઘરે જઈ કિશોરીઓ તેમજ તેમના માતા-પિતા અને પરિવારજનોને રસી અંગે માહિતી આપી, તેના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

ગર્ભાશયના મુખનું કેન્સર સ્ત્રીઓમાં જોવા મળતો ગંભીર રોગ છે, પરંતુ HPV રસી દ્વારા તેનું અસરકારક નિવારણ શક્ય છે. આ ઝુંબેશ ખાસ કરીને 14 વર્ષની કિશોરીઓને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી. ખાસ અભિયાન અંતર્ગત એક જ દિવસે રાણાવાવ શહેરની કુલ 33 કિશોરીઓને આ રસી આપવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર. જી. રાતડીયાએ રાણાવાવ શહેર અને તાલુકાના તમામ માતા-પિતા અને વાલીઓને અપીલ કરી હતી કે તેઓ કોઈપણ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપે અને પોતાની દીકરીઓ (14 વર્ષ પૂર્ણ થયેલ અને 15મું વર્ષ ચાલતું હોય) ને નજીકના રસીકરણ કેન્દ્ર ખાતે લઈ જઈ આ રસી અપાવે. તેમણે ઉમેર્યું હતું કે આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. વધુ માહિતી માટે રાણાવાવ તાલુકાના નજીકના આરોગ્ય કેન્દ્ર, આશા બહેન અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા સૂચન કરવામાં આવ્યું હતું.

સમગ્ર અભિયાનમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. કાજલબેન મોઢવાડિયા તથા ફીમેલ હેલ્થ વર્કરોએ મહેનતપૂર્વક કામગીરી કરી હતી. આ ઝુંબેશ દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર અંગે જાગૃતિ ફેલાવી અને HPV રસીના મહત્વ તથા ફાયદાઓ અંગે લોકોને માહિતગાર કરી 33 કિશોરીઓને સફળતાપૂર્વક રસી આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande