
પોરબંદર, 08 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં એપ્રિલ-2026 દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા પ્રશાસન સક્રિય બન્યું છે. આ અનુસંધાને ચૂંટણી જાહેર થયેલ વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકવામાં આવી છે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયાએ જિલ્લામાં ચૂંટણી યોજાનાર વિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વિવિધ કૃત્યો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જિલ્લામાં ચૂંટણી યોજાનાર વિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થાય ત્યા સુધી છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચી અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા કરવાની અને તે ચિત્રો, તે નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાના કૃત્યો કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠાળ શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya