બનાસકાંઠાના જલોત્રા ગામ નજીકથી ભિક્ષુક પરીવારના બાળકનુ અપહરણ કરનાર આંતરરાજય બાળ તસ્કરી કરતી ગેંગના બે સાગરીતોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પોલીસ
અંબાજી, 08 એપ્રિલ (હિ.સ.) : બનાસકાંઠાના જલોત્રા ગામ નજીક આવેલ ધનપુરા ગામના પાટીયા નજીક ભીક્ષાવૃતિ પ્રવૃતિ કરતા ફરીયાદીશ્રી સુજારામ રાણારામ ભીલ હાલ રહે.ધનપુરા તા.વડગામ મુળ રહે.પાલી, IG ચોરાયા, ભાલેલાવ રોડ તા.જી.પાલી (રાજસ્થાન) પરીવારના સગીર બાળક ઉમર
Banaskantha ma opreshan dev safal


અંબાજી, 08 એપ્રિલ (હિ.સ.) : બનાસકાંઠાના જલોત્રા ગામ નજીક આવેલ ધનપુરા ગામના પાટીયા નજીક ભીક્ષાવૃતિ પ્રવૃતિ કરતા ફરીયાદીશ્રી સુજારામ રાણારામ ભીલ હાલ રહે.ધનપુરા તા.વડગામ મુળ રહે.પાલી, IG ચોરાયા, ભાલેલાવ રોડ તા.જી.પાલી (રાજસ્થાન) પરીવારના સગીર બાળક ઉમર વર્ષ ૦૪ નુ અજાણ્યા ઈસમે ધોળા દીવસે ફોર-વ્હિલર કારમાં અપહરણ કરી નાસી ગયેલ જે અન્વયે વડગામ પોલીસ સ્ટેશનમાં કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરવાનો ગુનો ગુના નં.૨૫૧ /૨૦૨૬ થી દાખલ થયેલ, જેની તપાસ સ્થાનિક પોલીસ ચલાવી રહેલ હતી. ગુનાની ગંભીરતા ધ્યાને રાખી, પરીક્ષિતા રાઠોડ, IPs પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુર તથા પ્રશાંત સુંબે, IPS પોલીસ અધિક્ષક બનાસકાંઠા, પાલનપુર નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક દાંતા વિભાગ વી.બી.બારડ, ની સુચના હેઠળ પોલીસ ઈન્સ્પેકટર LCB પાલનપુરના નેતૃત્વ હેઠળ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પાલનપુર તથા પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર તથા ટેકનીકલ વિભાગ તથા વડગામ પોલીસની અલગ અલગ ૦૫ જેટલી ટીમોનુ ગઠન કરી ઓપરેશન દેવ હેઠળ બાળકને પરત લાવવા સતત ૩૦ કલાકથી નોન સ્ટોપ ઓપરેશન હાથ ધરવામાં આવેલ તેમજ અલગ-અલગ ટીમો દ્વારા બનાસકાંઠા જિલ્લાના જલોત્રા તથા દાતા તથા પાલનપુર તથા વડગામ આસપાસના વિસ્તારમાં હ્યુમન ઈન્ટેલીજન્સ ટેકનીકલ સર્વેલન્સ તથા CCTV કેમેરાના સર્વેલન્સ આધારે તપાસ કરતા અપહરણકર્તા અપહ્યુત બાળકનુ અપહરણ કરી એક સીલ્વર કલરની કારમાં લઈ જતા હોવાનુ જણાય આવેલ.

આ કામના અપહરણકર્તા દ્રારા અપહ્યુત બાળકનુ અપહરણ કરી કારમાં બેસાડી મુમનવાસ, મોકેશ્વર ડેમ તથા દાંતા તરફના વિસ્તારમાં ગયેલ હોવાની હ્યુમન સોર્સથી મળેલ હકીકતના આધારે આ રૂટ ઉપર આવતા તમામ CCTV કેમેરા તથા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલી સર્વેલન્સ આધારે બસ સ્ટેશન, આસપાસના નાના ગામડા તથા પડાવો તથા નાની મોટી હોટલો તથા ઘાસચારાના ઠેકા અન્ય મહત્વના પોઇન્ટો ઉપર ૫૦ થી વધારે પોલીસના માણસોની ટીમો દ્વારા સતત વર્ક-આઉટ હાથ ઘરેલ દરમ્યાન આજરોજ હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે બાતમી હકીકત મળેલ શૈલેષભાઈ ગમારે બાળ તસ્કરી કરવા માટે પોતાની ફોર-વ્હિલર કારમાં બાળકનુ અપહરણ કરેલ છે અને હાલ બાળકને મેપડા ગામે એક ખેતરમાં રાખેલ વિગેરે મુજબની બાતમી હકિકત મળતા એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ વડગામ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી આરોપી શૈલેષભાઈ લાડુભાઈ લક્ષ્મણભાઈ ગમાર (અનુ જનજાતિ) હાલ રહે મેપડા, પરથીભાઈ ચૌઘરીના ખેતરમાં ભાગથી તા.વડગામ મુળ રહે.વાગોડ (કાંસા) તા.દાંતા જી.બનાસકાંઠાના કબ્જામાંથી અપહ્યુત થયેલ સગીર બાળક ઉમર વર્ષ.૦૪ ને હેમખેમ છોડાવી લઈ તેના માતા પિતાને સોપવા તજવીજ હાથ ઘરેલ છે.

મજકુર આરોપીને લોકલ ક્રાઈમબ્રાંચ પાલનપુર ખાતે લાવી યુક્તિ-પ્રયુક્તિ મુજબ પુછપરછ કરતા આરોપીએ જણાવેલ પાબુ ઉર્ફે બાબુભાઈ ભગોરા રહે.ખાપરા અમીરગઢને છેલ્લા ૦૧ વર્ષથી ઓળખે છે અને તેને જણાવેલ કે, પોતાના ઓળખીતા એક હિંદી ભાષી માણસ છે તેને બાળકની જરૂર છે અને બાળક ખરીદવા છે. તેવુ કહેતા આરોપી શૈલેશે તેના પોતાના સગાના તાજા જન્મેલા આશરે એક મહિનાના બાળકને બાબુ મારફતે ૦૧ લાખ રુપિયામા સોદો કરી વેચી નાંખેલ, ત્યારબાદ તેને પૈસા મળતા વધુ લાલચ થતા છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ફરી મજુર બાળકોના વડગામના ધનસુરા ગામેથી પસાર થતો હતો તે દરમ્યાન એક પડાવામાં નાના-નાના ત્રણથી ચાર છોકરા રમતા હોય તેમની પાસે જઈ ૧૦ રૂપિયા બતાવી બિસ્કિટનુ પેકેટ આપી તેની સાથે લઈ જતા છોકરુ રડતા તેને ગાડીની ડીકીમાં પુરી ત્યાથી પોતાની કાર લઈ ભાગી ગયેલ અને થોડા દુર જઈ તેના કપડા પણ બદલી નાંખેલ અને માથાના વાળ પણ કપાવી નાંખેલ અને અપહ્યુત બાળકનો ફોટો વોન્ટેડ આરોપીને મોકલી બાળકને વેચાણ કરવાનો સોદો નક્કી કરેલ અને પાબુને પોતાના ખેતરમાં બોલાવેલ હતો, ત્યાંથી બાળકને હીન્દી ભાષી માણસને રાજય બહાર વેચાણ કરવાનો હતો. દરમ્યાન બંને પકડાઈ ગયેલ વિગેરે મુજબની હકિકત જણાય આવેલ હોય, આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વડગામ પોલીસ સ્ટેશને સોંપવામા આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande