દાંતા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને 684 જેટલા કર્મચારીઓને અપાઈ તાલીમ, મતદાન દરમિયાન ઓરીજનલ ડોક્યુમેન્ટ બતાવવાના રહેશે
અંબાજી, 08 એપ્રિલ (હિ.સ.) : આગામી 26 એપ્રિલે ગુજરાત ભર માં વિવિધ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ માટેનું મતદાન યોજાનાર છે જેનેલઈ તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લા માં પણ 10 તાલુકા ની 240 તાલુકા પંચાયત ની સીટો 48 જીલ
Danta ma cuntani ne lai talim yojai


Danta ma cuntani ne lai talim yojai


અંબાજી, 08 એપ્રિલ (હિ.સ.) : આગામી 26 એપ્રિલે ગુજરાત ભર માં વિવિધ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ માટેનું મતદાન યોજાનાર છે જેનેલઈ તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લા માં પણ 10 તાલુકા ની 240 તાલુકા પંચાયત ની સીટો 48 જીલ્લા પંચાયત ની સીટો અને 3 નગર પાલિકા માટે મતદાન યોજાશે આ મતદાન સુચારૂ અને વિશ્વસનિયતા સાથે યોજાય તે માટે દાંતા, અંબાજી અને હડાદ વિસ્તાર ની 56 તાલુકા પંચાયત ની અને 9 જિલ્લા પંચાયત ની બેઠક માટે ની ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર પ્રિસાઇડિંગ ,આસિસ્ટન પ્રસાઇડિંગ તેમજ પોલિંગ ઓફિસરો ની તાલીમ દાંતા ખાતે યોજવા માં આવી હતી જોકે આવખતે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે નું મતદાન ઇવીએમ મશીન દ્વારા યોજવામાં આવશે ત્યારે મતદારો એ તાલુકા અને જિલ્લા પંચાયત માટે ના બે અલગ મતદાન કરવાના રહેશે જ્યારે મતદારો ના ફોટા વાળા ઓરિજનલ ડોક્યુમેન્ટ જોઈને મતદાન કરાવવા જણાવાયું હતું જેમાં ઝેરોક્ષ માન્ય ગણાશે નહીંતેમ રતુજી સોલંકી (માસ્ટર ટ્રેનર દાંતા) એ જણાવ્યું હતું.

જોકે આ તાલીમ દરમિયાન પ્રાંત અધિકારી આઈએએસ કે આર હરિની તેમજ મામલતદાર બી વી બારોટ ની ખાસ ઉપસ્થિતિ રહી હતી ચૂંટણી ની આ કામગીરી માટે પ્રાથમિક શાળા ના 589 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા ના 95 શિક્ષકો કુલ 684 શિક્ષકો આ ચૂંટણી દરમિયાન પોતાની ફરજ નિભાવશે temબી એન ગુર્જર ( તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાંતા) એ જણાવ્યું હતું આ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી મહતમ અંતરિયાળ વિસ્તાર માં હોવાથી પોલીસ નો ચુસ્તબંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે અને સાથે આરોગ્ય ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande