
ગીર સોમનાથ, 08 એપ્રિલ (હિ.સ.) : રાજયના ચૂંટણી પંચ તરફથી તા.૦૧/૦૪/૨૦૨૬થી પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ જિલ્લા-તાલુકા પંચાયતો અને વેરાવળ-પાટણ, ઉના, સૂત્રાપાડા અને તાલાલા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે.
ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં યોજાનાર ચૂંટણીવાળા વિસ્તારમાં આવેલ પાકરક્ષણ તેમજ સ્વરક્ષણના પરવાના તળેના હથિયારો સંબંધકર્તા પરવાનેદાર પાસેથી મેળવી અનામત જમા લેવા શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨૨(૧)(બી) ની જોગવાઈ હેઠળ હુકમ કરવામાં આવે છે.
આ હુકમ હેઠળ જમા લેવાયેલ હથિયારો શસ્ત્ર નિયમો-૨૦૧૬ના નિયમ-૪૭ અને ૪૮ હેઠળ સંબંધિત પોલીસ સ્ટેશનમાં સલામત તથા સુરક્ષિત રીતે રાખવાના રહેશે અને જમા લીધેલ હથિયારોની પહોંચ આપવાની રહેશે. તથા ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ સંબંધિત પરવાનેદારને તેનુ હથિયાર પરત સોંપવાનું રહેશે.
આ હુકમ રાષ્ટ્રીયકૃત બેન્કો કે્ જેઓને બેન્કની કેશ/કરન્સી લઈ આવવા તથા લઈ જવા માટે ફરજના ભાગરુપે બેન્કના હથિયાર પરવાનાવાળા શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવી હોય તે વ્યક્તિ, અત્રેની પરવાનગી મેળવેલ હોય તેવા હથિયાર પરવાનેદારો તેમજ ફરજ પર રોકાયેલા સરકારી કર્મચારી/અધિકારીઓને લાગુ પડશે નહી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ