
- અમદાવાદમાં ભાજપના 70% કોર્પોરેટરોની ટિકિટ કપાશે
અમદાવાદ, 08 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમય સુધી સેવા આપનાર આઇપીએસ અધિકારી મનોજ નિનામાએ સ્વૈચ્છિક નિવૃતિ લઈ હવે જાહેર જીવનમાં નવી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
સૂત્રો મુજબ, મનોજ નિનામા પોતાના વતનમાં ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની તૈયારીમાં છે.અમદાવાદમાં ભાજપના 70% કોર્પોરેટરોની ટિકિટ કપાશે. ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપે મહાનગરપાલિકામાં સ્વચ્છ છબી ધરાવનારા અને બિનવિવાદાસ્પદ લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.60 વર્ષથી ઉપર અને ત્રણ ટર્મ ચૂંટણી લડીને કોર્પોરેટર બની ચૂકેલા એક પણ કોર્પોરેટરને ટિકિટ આપવામાં આવશે નહી. આજે મોડી સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષ દ્વારા જિલ્લા કક્ષાએ જ ઉમેદવારોને પક્ષ તરફથી જરૂરી જાણકારી અને સૂચનાઓ આપવામાં આવશે. વધુમાં, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉમેદવારોના નામોને ભાજપની પ્રથમ યાદીમાં જ સ્થાન આપવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે. નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 11મી એપ્રિલ છે. આ સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે, જેથી તમામ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી શકાય. હવે જોવાનું એ રહે છે ભાજપ ક્યારે નામો જાહેર કરે છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આપ અને કોંગ્રેસ પાર્ટી તબક્કાવાર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે વોર્ડ વાઈઝ ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. ત્યારે સેન્સ પ્રક્રિયા બાદ હવે ભાજપ પણ આજે સાંજ સુધીમાં ભાજપ પોતાના પક્ષના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. કારણ કે આ પ્રક્રિયા માટે હાલ ગાંધીનગરમાં ભાજપની બેઠકનો ધમધમાટ શરૂ થયો છે.
મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપની હાલના ત્રણ દિવસ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ રહી છે. ગઈકાલે યોજાયેલી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક સવારથી શરૂ થઈ હતી અને મોડી રાત સુધી સતત ચાલી હતી. આ ચૂંટણી સમિતિની બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપના ઉમેદવારોના પસંદગીની પ્રક્રિયા પર ઊંડાણપૂર્વક ચર્ચા અને મંથન કરવામાં આવ્યું હતું. જેથી સાંજ સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ