જૂનાગઢ જિલ્લામાં ‘વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’ની ઉજવણી
જુનાગઢ, 08 એપ્રિલ (હિ.સ.) : જૂનાગઢ એપ્રિલને વિશ્વભરમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે જૂનાગઢ જિલ્લામાં કાર્યરત વિવિધ આરોગ્ય સેવાઓ દ્વારા લોકોને આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે વિશેષ આરોગ્ય તપાસણી અને સેવા કાર્યક્રમોનું આયોજન કરવામા
જૂનાગઢ જિલ્લામાં ‘વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’ની  ઉજવણી


જુનાગઢ, 08 એપ્રિલ (હિ.સ.) : જૂનાગઢ એપ્રિલને વિશ્વભરમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે જૂનાગઢ જિલ્લામાં કાર્યરત વિવિધ આરોગ્ય સેવાઓ દ્વારા લોકોને આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે વિશેષ આરોગ્ય તપાસણી અને સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં કાર્યરત વિવિધ ઓપીડી વાહનો જેમ કે ધનવંતરી આરોગ્ય રથ, જે બાંધકામ સાઇટ્સ અને શ્રમિક વસાહતોમાં સેવા આપે છે.શ્રમયોગી આરોગ્ય સંજીવની, જે GIDC વિસ્તારમાં કાર્યરત છે.તેમજ મોબાઇલ હેલ્થ યુનિટ, જે અંતરિયાળ ગામડાંઓ અને નેશ વિસ્તારોમાં જઈને નિઃશુલ્ક દવાઓ અને લેબોરેટરી તપાસની સુવિધા પૂરી પાડે છે — તેમની ટીમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે આરોગ્ય તપાસ અને સેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પ્રસંગે આરોગ્ય ટીમ દ્વારા દર્દીઓને સ્વાસ્થ્ય જાળવવાની રીતો, નિયમિત હેલ્થ ચેકઅપનું મહત્વ, યોગ્ય આહાર અને આહાર સંબંધિત કુટેવો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે દર્દીઓની પ્રાથમિક તપાસ કરી જરૂરી લેબોરેટરી તપાસ પણ કરવામાં આવી હતી.એમ પ્રોજેકટ કોઓર્ડીનેટર જયેન્દ્રભાઈ સોલંકી દ્રારા જણાવવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande