ભુજમાં ચૂંટણી માટે સજ્જતા તેજ: જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ, નાગરિકોને મળશે તરત માર્ગદર્શન
કચ્છ, 08 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ જોરશોરથી હાથ ધરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની
Control 2


Control 1


કચ્છ, 08 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ જોરશોરથી હાથ ધરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનારી છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને સુચારુ રીતે પાર પડે તે માટે ભુજ કલેક્ટર કચેરી ખાતે વિશેષ “જિલ્લા કંટ્રોલ રૂમ” કાર્યરત કરવામાં આવ્યો છે.

ચૂંટણી દરમિયાન મતદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેમજ વહીવટી કામગીરી સરળતાથી સંચાલિત થાય તે હેતુસર આ કંટ્રોલ રૂમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મતદાન અને મતગણતરીના દિવસોમાં નાગરિકો માટે જરૂરી માહિતી, માર્ગદર્શન અને સહાય ઝડપથી ઉપલબ્ધ થાય તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જિલ્લા કંટ્રોલ રૂમનો ટેલિફોન નંબર ૦૨૮૩૨-૨૫૨૭૧૫ જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં નાગરિકો ચૂંટણી સંબંધિત માહિતી માટે સંપર્ક કરી શકે છે. ઉપરાંત, નાયબ મામલતદાર એસ.આર. ચંદારાણા (મોબાઈલ: ૮૪૬૦૪૬૯૫૮૮) અને કારકુન સુશ્રી જી.કે. મરંડ (મોબાઈલ: ૭૮૫૯૮૭૨૯૮૨) પણ નાગરિકોને માર્ગદર્શન માટે ઉપલબ્ધ રહેશે.

અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક નિવાસી કલેક્ટર ડી.પી. ચૌહાણે જણાવ્યું હતું કે, જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા ચૂંટણી સંબંધિત તમામ પ્રક્રિયાઓ પર નજર રાખવામાં આવશે અને કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થાય તો તેનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવશે. આ સાથે જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરણા આપવામાં આવી રહી છે, જેથી લોકશાહી પ્રણાલીને વધુ મજબૂત બનાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande