સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અધિકારીઓને તાલીમ અપાઈ.
પોરબંદર, 08 એપ્રિલ (હિ.સ.)રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે, જે મુજબ પોરબંદર જિલ્લા પંચાયત, જિલ્લાની તમામ 3 તાલુકા પંચાયત, પોરબંદર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી તથા રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની એક-એક બેઠક પર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અધિકારીઓને તાલીમ અપાઈ.


પોરબંદર, 08 એપ્રિલ (હિ.સ.)રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે, જે મુજબ પોરબંદર જિલ્લા પંચાયત, જિલ્લાની તમામ 3 તાલુકા પંચાયત, પોરબંદર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી તથા રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની એક-એક બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે, આ માટે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એસ. ડી. ધાનાણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી રેખાબા સરવૈયાના માર્ગદર્શન અને સૂચના મુજબ જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સુચારુ રીતે યોજવા માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની તાલીમ યોજાઈ હતી. જેમાં ચૂંટણીની માર્ગદર્શિકા અને પ્રક્રિયાથી અવગત કરવા માટે ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી અને નોડલ અધિકારીઓને જરૂરી તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમમાં ખાસ ચૂંટણી અધિકારીની સત્તા અને જવાબદારીઓ, મતદાન માટેની તૈયારીઓ, મતગણતરીની પ્રક્રિયા અને પરિણામ, મતદાન મથકના પ્રમુખ અધિકારીની સત્તા અને જવાબદારી, નામાંકન પ્રક્રિયા, ઇવીએમનું સંચાલન વગેરે મુદ્દાઓને આવરી લઈ માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લા પંચાયતની 18, જિલ્લાની 3 તાલુકા પંચાયતની કુલ 54, પોરબંદર મહાનગરપાલિકા ૫૨ બેઠક અને રાણાવાવ નગરપાલિકાની એક તથા કુતિયાણા નગરપાલિકાની એક બેઠક પર પેટા ચૂંટણી માટે તા.26 એપ્રિલના રોજ મતદાન થશે અને તા.28 એપ્રિલના રોજ મત ગણતરી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande