જામનગરમાં પિસ્તોલ અને ધોકા સાથે હંગામોઃ વીડિયો વાયરલ થયા બાદ આર્મીમેન સામે ગુન્હો
જામનગર, 08 એપ્રિલ (હિ.સ.) : જામનગરના તિરુપતિ સોસાયટીમાં તા. 6 એપ્રિલની રાત્રે કારમાં આવેલા શખ્સે પિસ્તોલ અને ધોકા સાથે રોફ જમાવી યુવાન પર હુમલો કરી સોસાયટી માથે લીધી હતી. જે અંગેનો વીડિયો પણ વાયરલ થયા બાદ આ અંગે આરોપી સામે સિટી સી ડિવિઝન પોલીસ મથકમ
હુમલો


જામનગર, 08 એપ્રિલ (હિ.સ.) : જામનગરના તિરુપતિ સોસાયટીમાં તા. 6 એપ્રિલની રાત્રે કારમાં આવેલા શખ્સે પિસ્તોલ અને ધોકા સાથે રોફ જમાવી યુવાન પર હુમલો કરી સોસાયટી માથે લીધી હતી. જે અંગેનો વીડિયો પણ વાયરલ થયા બાદ આ અંગે આરોપી સામે સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવાન આર્મી મેન હોવાનું સામે આવ્યું છે.

શહેરના તિરૂપતિ પાર્ક 2 મહાદેવના મંદિરની પાસે શેરી નંબર 3 માં રહેતા રિઝવાનખાન ઇસારખાન પઠાણએ પોતાના ઉપર હુમલા મામલે કુલદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, તા. 6 ની રાત્રે 11ઃ30 વાગ્યાના રોજ ફરિયાદીના ઘરે મિત્રો જમવા માટે આવ્યા હતા. ત્યારે પાડોશમાં રહેતા કુલદીપસિંહ જાડેજા ગાડી લઈને નીકળ્યો હતો.

આ દરમિયાન ઘરની બહાર ઊભેલા ફરિયાદીને કહ્યું હતું કે તારા ઘરે કોણ આવેલું છે? શું કરવા આવેલા છે. તેમ કહેતા ફરિયાદીએ ઘરમાં પોતાના મિત્રો હોવાની વાત કરતા કુલદિપસિંહ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. ફરિયાદીએ ગાળ દેવાની ના પાડતા આરોપીએ ગાડીમાંથી પ્લાસ્ટિકનો ધોકો કાઢ્યો હતો. આ દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા આરોપી ચાલ્યો ગયો હતો.

બાદમાં ફરિયાદી તિરુપતિ સોસાયટીમાં શંકરના મંદિર પાસે પહોચતા આરોપી કુલદીપસિંહે પોતાની પાસે રહેલી પિસ્ટલ ફરિયાદીના માથામાં ઊંધી મારી હતી. બાદમાં માથામાં અને કપાળમાં મૂઢ ઈજા કરતા ફરિયાદી યુવાનને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડાયો હતો. ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande