જામનગર ખાતે રિલાયન્સમાં ત્રણ દિવસ અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી: અનેક હસ્તીઓ રહેશેઉપસ્થિત
જામનગર, 08 એપ્રિલ (હિ.સ.) : જામનગરના એરપોર્ટ પર મંગળવારે રાત્રે વિશ્વ વિખ્યાત સંગીતકાર એ.આર. રહેમાનનુ આગમન થયુ હતુ. સાદગીપુર્ણ પોશાકમાં સજજ એ.આર.રહેમાન જામનગર એરપોર્ટ ખાતે ઉતર્યા બાદ રિલાયન્સની સિકયોરીટી સાથે રિલાયન્સ ટાઉનશીપમાં આવેલા વીઆઇપી ગેસ્ટહ
એ.આર.રેહમાન જામનગરમાં


જામનગર, 08 એપ્રિલ (હિ.સ.) : જામનગરના એરપોર્ટ પર મંગળવારે રાત્રે વિશ્વ વિખ્યાત સંગીતકાર એ.આર. રહેમાનનુ આગમન થયુ હતુ. સાદગીપુર્ણ પોશાકમાં સજજ એ.આર.રહેમાન જામનગર એરપોર્ટ ખાતે ઉતર્યા બાદ રિલાયન્સની સિકયોરીટી સાથે રિલાયન્સ ટાઉનશીપમાં આવેલા વીઆઇપી ગેસ્ટહાઉસ જવા રવાના થયા હતા. હજુ પણ અનેક કલાકારો અને સેલીબે્રટીઓનું આગમન થનાર છે.

રિલાયન્સના યુવા ડાયરેકટર અને વનતારાના સ્વપ્નદ્રષ્ટા અનંત અંબાણીના જન્મદિવસની ત્રણ દિવસ સુધી થનારી ઉજવણીના કાર્યક્રમ સંદર્ભે તેઓનું આગમન થયું છે. અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે આવતીકાલથી વિવિધ કાર્યક્રમો યોજાશે.

તા.11 એપ્રિલના રોજ કંપનીના તમામ કર્મચારીઓનું સમૂહ ભોજન પણ યોજાનાર હોવાનું જાણવા મળે છે. જયારે સમાપનના ભાગરૂપે તા.12 એપ્રિલના રોજ એક ભવ્ય મ્યુઝીકલ નાઇટ પણ યોજાશે તેમા અનેક કલાકારો પોતાની કલા રજૂ કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande