જામનગર પંથકમાં જુદા જુદા ગોઝારા વાહન અકસ્માતમાં બાળક સહિત 3ના મોત
જામનગર, 08 એપ્રિલ (હિ.સ.) : જામનગર પંથકના માર્ગ ફરી એકવાર રકતરંજીત બન્યા છે, ૩ જુદા જુદા ગોઝારા વાહન અકસ્માતમાં એક બાળક, યુવાન અને વૃઘ્ધના મૃત્યુ નિપજયાના બનાવ સામે આવ્યા છે, જેમાં ફલ્લાની ગોળાઇ પાસે કેરી વાહન પલટી મારી ગયું હતું જે અકસ્માતમ
અકસ્માત


જામનગર, 08 એપ્રિલ (હિ.સ.) : જામનગર પંથકના માર્ગ ફરી એકવાર રકતરંજીત બન્યા છે, ૩ જુદા જુદા

ગોઝારા વાહન અકસ્માતમાં એક બાળક, યુવાન અને વૃઘ્ધના મૃત્યુ નિપજયાના બનાવ

સામે આવ્યા છે, જેમાં ફલ્લાની ગોળાઇ પાસે કેરી વાહન પલટી મારી ગયું હતું

જે અકસ્માતમાં વાહનના ચાલક ભાવનગર પંથકના એક યુવાનનું ગંભીર ઇજા થવાથી

કરુણ મૃત્યુ નિપજ્યું છે. જયારે કાલાવડના નાની નાગાજરમાં ટ્રેકટરમાં આવી

જતા બાળકનો ભોગ લેવાયો હતો અને બેડી રીંગ રોડ પર કારે બાઇકને હડફેટે લેતા

વૃઘ્ધનું મોત નિપજયુ હતું, પોલીસ ફરીયાદના આધારે તપાસ ચલાવવામાં આવી રહી

છે.

પંચ-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ

મુજબ, નરેશ ખાંટુભાઈ ચુડાસમા (રહેવાસી ત્રાંબક, ભાવનગર) પોતાના કેરી વાહન

નં. જીજે ૪ કે એએકસ-૦૩૨૦માં શાકભાજી ભરી જઈ રહ્યા હતા ત્યારે બેફામ અને

બેદરકારીપૂર્વક વાહન ચલાવતાં રોડ સાઇડના નાળામાં પલટી મારી દીધી હતી. આ

અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું આ બનાવ અંગે પોલીસે

બી.એન.એસ કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા મોટર વાહન અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ

હાથ ધરી છે.

બીજા બનાવમાં કાલાવડના નાની નાગાજાર

ગામમાં ગત તા. ૭ના આરોપી રાજુભાઇ પોતાના કબ્જાનું ટ્રેકટર ચલાવતા હોય

દરમ્યાન આશિષ નામનો ૩ વર્ષનો બાળક ટ્રેકટરના ટાયરમાં આવી જતા ગંભીર ઇજા થતા

કાલાવડ સરકારી દવાખાને લઇ જવામાં આવેલ જયાં મૃત્યુ થયાનું જાહેર કરાયુ

હતું. બેદરકારીથી ટ્રેકટર ચલાવીને મૃત્યુ નિપજાવવા અંગે ટ્રેકટરના ચાલક

નાની નાગાજાર વાડીએ રહેતા અને મુળ અલીરાજપુરના વતની રાજુ ડોકલીયા સોલંકીની

વિરુઘ્ધ ગ્રામ્ય પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.

ત્રીજા

બનાવમાં જામનગરના બેડી બંદર રીંગ રોડ પુષ્પક પાર્કમાં રહેતા ચેતન લખમણભાઇ

કંડોરીયા (ઉ.વ.૨૫) નામના યુવાને સીટી-સી ડીવીઝનમાં ગત મોડી રાત્રીના અટીંકા

ફોર વ્હીલ નં. જીજે૧૦ઇસી-૧૪૧૭ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. વિગત

મુજબ ફરીયાદીના પિતા લખમણ આલાભાઇ કંડોરીયા (ઉ.વ.૫૬) પોતાનું સ્પ્લેન્ડર

નં. જીજે૧૦એસી-૫૮૭૮ લઇને ગઇકાલે ઘરે જતા હતા ત્યારે સમર્પણ સર્કલ તરફ જતા

બેડી રીંગ રોડ પર ઉપરોકત નંબરની અટીંકા કારના ચાલકે પુરઝડપે અને ગફલતથી

ચલાવી મોટરસાયકલને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જયો હતો જેમાં લખમણભાઇને

નીચે પછાડી દઇ માથાના ભાગે ગંભીર ઇજા અને શરીરે ઇજા કરી મૃત્યુ નિપજાવ્યુ

હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande