વડોદરાની અલ્પા શાહ: 300થી વધુ છોડ સાથે ફ્લેટને બનાવ્યું હરિયાળું સ્વર્ગ
વડોદરા, 08 એપ્રિલ (હિ.સ.) : વધતા કોંક્રીટના જંગલ વચ્ચે શહેરોમાં કુદરતી હરિયાળી ધીમે ધીમે ગાયબ થઈ રહી છે. લોકો હવે કુદરતની નજીક રહેવા ગામડાઓ તરફ વળતા જોવા મળે છે, પરંતુ દરેકને એ શક્ય નથી બનતું. આવી સ્થિતિમાં, કેટલાક લોકો પોતાના ઘરને જ હરિયાળું બનાવી
વડોદરાની અલ્પા શાહ 300થી વધુ છોડ સાથે ફ્લેટને બનાવ્યું હરિયાળું સ્વર્ગ


વડોદરાની અલ્પા શાહ 300થી વધુ છોડ સાથે ફ્લેટને બનાવ્યું હરિયાળું સ્વર્ગ


વડોદરાની અલ્પા શાહ 300થી વધુ છોડ સાથે ફ્લેટને બનાવ્યું હરિયાળું સ્વર્ગ


વડોદરા, 08 એપ્રિલ (હિ.સ.) : વધતા કોંક્રીટના જંગલ વચ્ચે શહેરોમાં કુદરતી હરિયાળી ધીમે ધીમે ગાયબ થઈ રહી છે. લોકો હવે કુદરતની નજીક રહેવા ગામડાઓ તરફ વળતા જોવા મળે છે, પરંતુ દરેકને એ શક્ય નથી બનતું. આવી સ્થિતિમાં, કેટલાક લોકો પોતાના ઘરને જ હરિયાળું બનાવીને કુદરતનો અનુભવ માણી રહ્યા છે. આ નવી પ્રવૃત્તિ શહેરના વ્યસ્ત જીવનમાં પણ કુદરત સાથે જોડાવાનો એક સુંદર વિકલ્પ બની રહી છે.

વડોદરાની પૂર્વ શિક્ષિકા અલ્પા શાહએ આ વિચારને હકીકતમાં ફેરવ્યો છે. તેમણે પોતાના ઘરને માત્ર થોડા નહીં, પરંતુ 300થી વધુ વિવિધ પ્રકારના છોડથી સજાવી દીધું છે. ઘરના દરેક ખૂણાને હરિયાળાથી ભરતા, તેમણે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના ઘરે આવનારા મહેમાનો પહેલા તો આશ્ચર્યચકિત થઈ જાય છે અને પછી આ હરિયાળી વચ્ચે આનંદ અનુભવતા થાય છે.

અલ્પા શાહ કહે છે, “મારા ઘરમાં 300થી વધુ છોડ છે, જેમાં સ્નેક પ્લાન્ટની અનેક જાતિઓ સામેલ છે, જેને વધારે ઓક્સિજન આપનાર તરીકે ઓળખવામાં આવે છે. મારી પાસે શાકભાજી, ઔષધીય અને ડિઝાઇનર છોડ સહિત અનેક પ્રકારના છોડ છે, જે મારા ઘરના દરેક ખૂણાને સજાવે છે ,બાથરૂમથી લઈને લિવિંગ રૂમ સુધી. હું મારા રસોડામાં પાલક, મેથી જેવા શાકભાજી પણ ઉગાડું છું, જેથી તાજો રસ બનાવી શકું.”

તેઓ આગળ કહે છે, “આ છોડોના કારણે હું દરરોજ તાજગી અનુભવું છું અને મને ક્યારેય એકલું લાગતું નથી. હું છોડ માટે સંગીત પણ વગાડું છું અને તેમની સાથેનો સમય માણું છું. તૂટેલા ચાના કપ, વપરાઈ ગયેલી પાણી અને દૂધની બોટલ જેવી બિનઉપયોગી વસ્તુઓનો ઉપયોગ કરીને હું છોડ ઉગાડું છું, જેથી કચરાનો શ્રેષ્ઠ ઉપયોગ થાય.”

અલ્પા શાહે બી.એસસી ફિઝિક્સમાં અભ્યાસ કર્યો છે અને મોન્ટેસોરી કોર્સ પણ કર્યો છે. તેઓએ દુબઈમાં 15 વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપી અને ત્યારબાદ વડોદરા પરત ફરીને છેલ્લા ઘણા વર્ષોથી ગાર્ડનિંગમાં જોડાઈ ગયા છે. પોતાના ફ્લેટના દરેક ખૂણામાં અલગ અલગ પ્રકારના છોડ રાખીને તેમણે તેને એક સુંદર બગીચામાં ફેરવી દીધો છે.

તેઓ કહે છે કે, “મને એવું લાગે છે કે હું મારા પોતાના બગીચામાં જીવું છું, જાણે કોઈ નાના ગામમાં રહેતી હોઉં.” આ હરિયાળું વાતાવરણ તેમની સવારને ખાસ બનાવે છે, જ્યાં તેઓ ચાની ચુસકી સાથે છોડ વચ્ચે શાંતિનો આનંદ માણે છે.

અલ્પા શાહ એક સ્વ-પ્રેરિત કલાકાર પણ છે અને હસ્તકલા ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યા છે. તેમને કલા પ્રત્યે વિશેષ રસ છે અને તેઓ 4થી 72 વર્ષની વયના લોકોને મધુબની અને વરલી પેઇન્ટિંગ શીખવે છે. તેમના ઘરબગીચાના કારણે તેઓતેમના સમાજમાં ખૂબ જ જાણીતા છે અને ગાર્ડનિંગમાં રસ ધરાવતા લોકોને માર્ગદર્શન આપતા રહે છે. અલ્પા શાહની આ હરિયાળી પહેલ માત્ર એક શોખ નથી, પરંતુ શહેરમાં કુદરતને જીવંત રાખવાનો એક પ્રેરણાદાયક પ્રયાસ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande