અમરેલીમાં પોક્સો કેસમાં આરોપીને 14 વર્ષની સખત કેદ
અમરેલી, 09 એપ્રિલ (હિ.સ.) : અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં નામદાર સ્પેશિયલ જજ (પોક્સો) અમરેલી દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી વિપુલ જગદીશભાઈ સાંગોસાને દોષિત ઠેરવી 14
અમરેલીમાં પોક્સો કેસમાં આરોપીને 14 વર્ષની સખત કેદ


અમરેલી, 09 એપ્રિલ (હિ.સ.) :

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં નામદાર સ્પેશિયલ જજ (પોક્સો) અમરેલી દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી વિપુલ જગદીશભાઈ સાંગોસાને દોષિત ઠેરવી 14 વર્ષની સખત કેદ તથા રૂ. 10,000ના દંડની સજા ફટકારવામાં આવી છે.

માહિતી મુજબ, આરોપીએ નાબાલિક સામે ગંભીર ગુનો આચર્યો હતો, જેના કારણે તેના વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ ઝડપી ગતિએ પૂર્ણ કરી ચાર્જશીટ અદાલતમાં રજૂ કરી હતી. કોર્ટમાં સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા પુરાવા, સાક્ષીઓના નિવેદન અને તથ્યોના આધારે અદાલતે આરોપીને દોષિત ગણાવ્યો હતો. નાબાલિકો સામે થતા ગુનાઓને અટકાવવા માટે કડક સજા આપવી જરૂરી હોવાનું અદાલતે પોતાના નિર્દેશમાં જણાવ્યું હતું.

આ ચુકાદા દ્વારા સમાજમાં એક સખત સંદેશ આપવામાં આવ્યો છે કે મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ સહન નહીં કરવામાં આવે અને આવા ગુનેગારોને કાયદાની જડબેસલાક સજા થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande