અંકલેશ્વર એસ્ટેટમાં ઊંચાઈ પ્રતિબંધક હોવા છતાં ટેમ્પો ચાલકની બેદરકારીથી થયો અકસ્માત
-હાઈટ રિસ્ટ્રિક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો થયો તાડાશનમાં -અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટમાં રોજિંદા ટેન્કરો,ટ્રકો ,બસો અને ડમ્પરો વહન કરતા હોવાથી દુર્ઘટનાનો ભય -અગાવ ભારી વાહનોથી અકસ્માતો પણ થયા છે બેરીકેડ , હાઇટ રિસ્ટ્રીક્ટર હોવા છતાં બેરોકટોક દો
અંકલેશ્વર એસ્ટેટમાં ઊંચાઈ પ્રતિબંધક હોવા છતાં ટેમ્પો ચાલકની બેદરકારીથી થયો અકસ્માત

અંકલેશ્વર એસ્ટેટમાં ઊંચાઈ પ્રતિબંધક હોવા છતાં ટેમ્પો ચાલકની બેદરકારીથી થયો અકસ્માત

અંકલેશ્વર એસ્ટેટમાં ઊંચાઈ પ્રતિબંધક હોવા છતાં ટેમ્પો ચાલકની બેદરકારીથી થયો અકસ્માત

અંકલેશ્વર એસ્ટેટમાં ઊંચાઈ પ્રતિબંધક હોવા છતાં ટેમ્પો ચાલકની બેદરકારીથી થયો અકસ્માત

અંકલેશ્વર એસ્ટેટમાં ઊંચાઈ પ્રતિબંધક હોવા છતાં ટેમ્પો ચાલકની બેદરકારીથી થયો અકસ્માત

-હાઈટ રિસ્ટ્રિક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો થયો તાડાશનમાં

-અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટમાં રોજિંદા ટેન્કરો,ટ્રકો ,બસો અને ડમ્પરો વહન કરતા હોવાથી દુર્ઘટનાનો ભય

-અગાવ ભારી વાહનોથી અકસ્માતો પણ થયા છે બેરીકેડ , હાઇટ રિસ્ટ્રીક્ટર હોવા છતાં બેરોકટોક દોડે છે

ભરૂચ 09 એપ્રિલ (હિ.સ.) અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટમાં માર્ગ સલામતી માટે મુકવામાં આવેલા 'હાઈટ રિસ્ટ્રિક્ટર' (ઊંચાઈ પ્રતિબંધક) એન્ગલો સાથે વાહનો અથડાવાના બનાવો વધી રહ્યા છે. આવી જ એક ઘટનામાં, ઊંચાઈ પ્રતિબંધક હોવા છતાં એક થ્રી-વ્હીલર ટેમ્પો ચાલકે પોતાનું વાહન પસાર કરવાનો પ્રયાસ કરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે.

અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટમાં સરદારપાર્કથી પોલીસ સ્ટેશનના વ્યસ્ત માર્ગ પર ભારે વાહનોના પ્રવેશને રોકવા માટે લોખંડના મજબૂત હાઈટ રિસ્ટ્રિક્ટર એન્ગલ લગાવવામાં આવ્યા છે. આ એન્ગલ પર ઊંચાઈ અંગેની સ્પષ્ટ ચેતવણી હોવા છતાં, એક થ્રી-વ્હીલર ટેમ્પો ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી તેને નીચેથી પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો.જેનો ઉપરનું હુડ ઊંચાઈ પ્રતિબંધક સાથે અડી જતા ધડાકા સાથે અથડાય ઊંચકાઈ ગયો હતો .

ટેમ્પોની ઊંચાઈ પ્રતિબંધક એન્ગલ કરતા વધુ હોવાને કારણે, વાહનનો ઉપરનો ભાગ સીધો લોખંડના એન્ગલ સાથે જોરદાર રીતે અથડાયો હતો. અથડામણ એટલી તીવ્ર હતી કે ટેમ્પોનો આગળનો ભાગ ઊંચકાઈ ગયો હતો.વાહનની કેબિન અને બોડીને મોટું નુકસાન થયું છે.એન્ગલ સાથે ફસાઈ જવાને કારણે ટ્રાફિક વ્યવહારમાં પણ થોડો સમય અવરોધ સર્જાયો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વહીવટી તંત્ર દ્વારા રસ્તાની સુરક્ષા અને ઓવરબ્રિજ કે નબળા રસ્તાઓના રક્ષણ માટે આ પ્રતિબંધકો મુકાયા છે. જોકે, વાહનચાલકો ઊંચાઈનો અંદાજ લીધા વિના જોખમી રીતે વાહન હંકારતા હોય છે, જેના કારણે આવા અકસ્માતો સર્જાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહન માલિકને આર્થિક ફટકો પડ્યો છે.

સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ માર્ગ પરના સંકેતો અને ઊંચાઈની મર્યાદાનું પાલન કરે જેથી આવા અકસ્માતો નિવારી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande