બોલીવુડની અનેક હસ્તીઓ અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી માટે રિલાયન્સના મહેમાન
જામનગર, 09 એપ્રિલ (હિ.સ.) : અનંત અંબાણીના આજે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર ફરી એક વખત મીની બોલિવૂડ બન્યું છે. એરપોર્ટના આંગણે સેલિબ્રિટિઝનું આવાગમન વધ્યું છે. સેલિબ્રેશનમાં સહભાગી થવા માટે બોલિવૂડ અને સંગીત જગતની વિશ્વ પ્રસિદ્ધ હસ્તીઓ જામનગર આ
રણબીર સિંહ જામનગરમાં


જામનગર, 09 એપ્રિલ (હિ.સ.) : અનંત અંબાણીના આજે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર ફરી એક વખત મીની બોલિવૂડ બન્યું છે. એરપોર્ટના આંગણે સેલિબ્રિટિઝનું આવાગમન વધ્યું છે. સેલિબ્રેશનમાં સહભાગી થવા માટે બોલિવૂડ અને સંગીત જગતની વિશ્વ પ્રસિદ્ધ હસ્તીઓ જામનગર આવતા ચાહકોમાં ઉત્સાહ છવાયો છે. અનંત અંબાણીના જન્મદિવસના જલસામાં હાજરી આપવા માટે ગઈકાલે તા. 8 ને સાંજના સમયે ધુરંધર અભિનેતા રણીવીરસિંહનું પણ આગમન થયું હતું.

ત્યારબાદ બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન પણ પરિવાર સાથે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ વેળાએ અનન્યા પાંડે, આર્યન ખાન, ગૌરી ખાન, સહીતના સ્ટાર પહોચ્યા હતા. ત્યારબાદ શાહરૂખ ખાન સેલ્ફ ડાઈવ કરીને કાર જામનગર એરપોર્ટથી મોટી ખાવડી રીલાયન્સ ગ્રીન્સ ખાતે પહોંચી રિલાયન્સના ખાસ મહેમાન બન્યા હતા. ગઈકાલે બપોર બાદ જાણીતા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલ, સોશિયલ મીડિયા સ્ટાર, લોકપ્રિય ચહેરો ઓરી આ ઉપરાંત જ્યોતિષાચાર્ય ભરત મહેતા અને સલમાન ખાનની ભાણેજ અભિનેત્રી એલિઝા અગ્નિહોત્રી પણ એરપોર્ટ પહોંચી હતી.

ઉપરાંત ગત રાત્રે રિતેશ દેશમુખ અને પત્ની જેનેલિયા ડિસોઝા ફરી એક વાર જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ત્યારબાદ સાઉથના સુપરસ્ટાર ગ્લોબલ સ્ટાર રામ ચરણ પણ જામનગર એરપોર્ટથી અંબાણી પરિવારના જશ્નમાં સામેલ થવા રવાના થયા હતાં અને ખાસ બોલિવુડ સુપર સ્ટાર સલમાન ખાન જામનગર એરપોર્ટ પર મોડી રાતે દેખાયા હતા. આ દરમિયાન ઝલક જોવા હાજર ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

મોંઘેરા મહેમાનો અંબાણી પરિવારના ખાસ મહેમાન બની રહ્યા હોવાથી બોલિવૂડ જગતના અગ્રણીઓનું આગમન થતાં એરપોર્ટથી લઈને રિલાયન્સ સુધી વિવિધ વિસ્તારો સુધી સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઇ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande