
પોરબંદર, 09 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વારજયની ચુંટણીને લઈ પોરબંદર ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી હવે અંતિમ તબકકામા છે. આજે સાંજ સુધીમા જિલ્લા પંચાયત, ત્રણ તાલુકા પંચાયત અને પોરબંદર મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવશે તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે. ભાજપમા ઉમદેવારી માટે દાવેદારી કરનારાની સંખ્યા ખુબ મોટી છે અને ભાજપમાંથી ચુંટણી લડવામાની ઇચ્છા પણ અનેક લોકોની છે.
ભાજપની ચુંટણી સમિતીએ ઉમેદવારોની પસંદગી કરી લીધી છે. ત્યારે ખાસ કરીને પોરબંદર મહાનગપાલિકાની ચુંટણી રસપ્રદ બની રહેશે ઉમેદવારોની પસંદગીમા પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, મહામંત્રી પ્રવિણભાઈ ખોરાવા, પ્રવિણભાઈ ઓડેદરા અને રાજેશભાઈ કરગઠીયા અને શહેર ભાજપ પ્રમુખ સાગર મોદીની મહત્વની ભૂમિકા રહી હોવાનુ કહેવાય છે. તેમના જણાવ્યા અનુસાર ખરા પ્રજાસેવક બની રહે તેવા ઉમેવારોની પસંદગી કરવામા આવી છે. ખાસ કરીને પોરબંદર નગરપાલિકા ભૂતકાળમા જે પરિસ્થિતિ હતી તેનુ પુનરાવર્તન ન થાય તેમની પણ તકેદારી રાખવામાં આવી છે.ખાર આર્થમા પ્રજાના કામો કરે શહેના વિકાસ માટે સતત કાર્યશીલ રહે તેવા ઉમેદવારોની પસંદગી કરવામા આવી છે.
શહેરજનોને રસ્તા, પાણી, લાઈટ અને સફાઈની સવિધા સારી તે પ્રાથમિકતા રહેશે મનપાના ચુંટાયેલા જનપ્રતિનિધિઓ લોકોના સેવક બનીને કામ કરે તે જરૂરી છે આ વખતે મનપાના એવા ઉમેદવારોની પસંદગી કરવામા આવી છે.ભાજપનુ સંગઠમ મજબુત છે તો હવે પોરબંદર શહેરના વિકાસ માટે મહાનગરપાલિકામા પણ સારા અને પ્રજા માટે કામ કરતા ઉમેદવારોની પસંદગીને પ્રાથમિકા આપવામા આવી હોવાનુ જીલ્લા ભાજપની ટીમે જણાવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya