પોરબંદરના કુછડી ટોલનાકા ખાતે તોડફોડ થતા ફરિયાદ
પોરબંદર, 09 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના કુછડી ટોલનાકામાં આઈ.ટી. નોકરી કરતા વિજયભાઈ કુછડીયા ગત તા. 8 એપ્રિલના રોજ નોકરી પર જવાની તૈયારી કરતા હતા ત્યારે ટોલનાકાના ઓડિટરએ તેઓને ફોન કરી જાણ કરી કે બુથ નં 9 પર એક ટ્રેલર ક્રેનના બૂમ સાથે હતું. જેને ટોલનાક
પોરબંદરના કુછડી ટોલનાકા ખાતે તોડફોડ થતા ફરિયાદ


પોરબંદર, 09 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના કુછડી ટોલનાકામાં આઈ.ટી. નોકરી કરતા વિજયભાઈ કુછડીયા ગત તા. 8 એપ્રિલના રોજ નોકરી પર જવાની તૈયારી કરતા હતા ત્યારે ટોલનાકાના ઓડિટરએ તેઓને ફોન કરી જાણ કરી કે બુથ નં 9 પર એક ટ્રેલર ક્રેનના બૂમ સાથે હતું. જેને ટોલનાકુ પસાર થવાની ના પાડવા છતાં પસાર થતા બૂમથી એલ્યુમિનિયમના સેક્શનની લોખંડના પાઈપ સહિત કેબિનની તોડફોડ કરી છે જેથી વિજયભાઈએ ટોલનાકે પહોંચી કારીગરને બોલાવી નુકશાનીનો અંદાજ કરતા કુલ 1 લાખ 10 હજારની નુકશાની થઈ હોવાની કારીગરે જાણ કરતા વિજયભાઈએ ટ્રેલરના ચાલક મનોજ ગોવિંદ ડામોર વિરુદ્ધ હાર્બર મરિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande