ડીજીપીના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની સમીક્ષા બેઠક યોજાઈ
- સાયબર ગુનાઓ સામેની લડતમાં ''પ્રોએક્ટિવ અભિગમ'' અનિવાર્ય: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ - નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓને સાયબર ક્રાઇમ ક્ષેત્રે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા અપાયું માર્ગદર્શન - હેલ્પલાઇન 1930, ડિજિટલ ફોરેન્સિક્સ અને સાયબર જ
ડીજીપીના અધ્યક્ષસ્થાને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની સમીક્ષા બેઠક યોજાઈ


- સાયબર ગુનાઓ સામેની લડતમાં 'પ્રોએક્ટિવ અભિગમ' અનિવાર્ય: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ

- નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓને સાયબર ક્રાઇમ ક્ષેત્રે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા અપાયું માર્ગદર્શન

- હેલ્પલાઇન 1930, ડિજિટલ ફોરેન્સિક્સ અને સાયબર જાગૃતિ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરાઈ

ગાંધીનગર,09 એપ્રિલ (હિ.સ.) ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (DGP) ડૉ. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની કામગીરી અંગેની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં સાયબર સેન્ટરના વરિષ્ઠ અધિકારીઓ સહિત તાજેતરમાં નિમણૂક પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ખાસ કરીને સાયબર ગુનાઓ ઝડપી નિવારવા સમીક્ષા કરાઈ હતી. જેમાં સાયબર ક્રાઇમના વધતા જતા વ્યાપ અને નવી મોડસ ઓપરેન્ડી જેવી કે ડિજિટલ ફ્રોડ, ઓનલાઇન ઠગાઈ, સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ અને નાણાકીય છેતરપિંડી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથ ટેકનિકલ સજ્જતા અને ઇન્વેસ્ટિગેશન અંગે પણ માર્ગદર્શન અપાયું હતુ.

આ બેઠકમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કરવામાં આવતી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે હેલ્પલાઇન 1930 - ફરિયાદોનું ત્વરિત નિવારણ અને નાણાકીય ટ્રાન્ઝેક્શન અટકાવવાની પ્રક્રિયા, તપાસ પ્રક્રિયા- નોંધાયેલી FIRની ઝડપી તપાસ અને પીડિતોને રિફંડ અપાવવાની કામગીરી, આધુનિક સાધનો - ડેટા એનાલિટિક્સ, ડિજિટલ ફોરેન્સિક્સ અને રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ એકત્રિત કરવાની પદ્ધતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા વર્ધનના મુદ્દા પર કચેરીના ભૌતિક માળખાના વિકાસ અને માનવ સંસાધનોના સક્ષમીકરણ અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓને નિયમિત તાલીમ અને વર્કશોપ દ્વારા અધ્યતન ટેકનોલોજીથી માહિતગાર કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સમીક્ષા બેઠકને સંબોધતા DGP ડૉ.કે.એલ.એન રાવે જણાવ્યું હતું કે, સાયબર ગુનાઓ સામેની લડતમાં 'પ્રોએક્ટિવ અભિગમ' અનિવાર્ય છે. તેમણે અધિકારીઓને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અન્ય એજન્સીઓ સાથે સંકલન સાધવા અને રિયલ-ટાઇમ માહિતી શેર કરવા સૂચના આપી હતી. વધુમાં, તેમણે નાગરિકોમાં સુરક્ષા જાગૃતિ વધારવા માટે શાળાઓ, કોલેજો અને સામાજિક પ્લેટફોર્મ્સના માધ્યમથી વિશેષ અભિયાન ચલાવવા પર ભાર મૂક્યો હતો.

નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરઓને સમર્પિત ભાવના સાથે સમયબદ્ધ રીતે ફરિયાદોનો નિકાલ કરવા પ્રેરિત કર્યા હતા.

અંતમાં, પોલીસ મહાનિર્દેશકએ સાયબર સેન્ટરની સમગ્ર ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી અને આ કેન્દ્રને સાયબર ક્રાઇમ સામે લડવા માટે એક 'આદર્શ કેન્દ્ર' તરીકે વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande