જામનગરની ભાગોળેથી રૂ.1.39 કરોડનો અંગ્રેજી દારૂ ઝડપાયો
જામનગર, 09 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લામાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંતરરાજ્ય દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જામનગર રાજકોટ રોડ ઉપર આવેલા જાંબુડા ગામના પાટિયા પાસેથી પોલીસે ટ્રકમાંથી રૂ.1.39 કરોડની કિંમતનો 29,243 બોટલ
દારૂ


જામનગર, 09 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લામાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંતરરાજ્ય દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જામનગર રાજકોટ રોડ ઉપર આવેલા જાંબુડા ગામના પાટિયા પાસેથી પોલીસે ટ્રકમાંથી રૂ.1.39 કરોડની કિંમતનો 29,243 બોટલ ઇંગલિશ દારૂ સાથે એક શખ્સને દબોચી લીધો છે. જ્યારે 3 શખ્સોની સંડોવણી સામે આવતા તેની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જામનગર પોલીસની સતર્કતાને પગલે ચૂંટણીમાં દારૂની રેલમછેલ થતા અટકી છે. જામનગર એલસીબી પોલીસે જાંબુડા ગામના પાટીયા પાસે બંધ બોડી વાળા ટ્રકમાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂની બોટલોની હેરાફેરીની બાતમી મળતા પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન રેઇડ દરમ્યાન રૂ1,39,79,800 ની કિંમતની નાની મોટી 29,243 બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી રાજુભાઇ ઉર્ફે દેવો ખીમાભાઇ મોરી (ઉ.વ.30 રહે. સેમલકી ખુણાનો નેશ, ખંભાળાની બાજુમાં, તા.રાણાવાવ જી.પોરબંદર હાલ- આદીત્યાણાગામ, સરકારી હાઇસ્કુલની પાછળ, તા.જી.પોરબંદર) ને પકડી પાડયો હતો.

તપાસમાં કરશનભાઇ કાનાભાઇ કોડીયાતર રહે. ગડીયાવાળો નેશ તા.રાણાવાવ (દારૂ મંગાવનાર મુખ્ય આરોપી), દુદાભાઇ દેવરાજભાઇ કોડીયાતર રહે. કપુરડીનેશ તા.ભાણવડ (દારૂ મંગાવનાર મુખ્ય આરોપી) અને દારૂ ભરી આપનાર અજાણયો માણસનું નામ ખુલતા તેને દબોચી લેવા તપાસ હાથ ધરી છે. પોલીસે મોબાઇલ ફોન કિ.રૂ. 5000, ટ્રક કિ.રૂ. 20,00,000, મળી કુલ રૂ. 1,59,84,800 નો મુદામાલ કબ્જે કયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande