બાબરા માર્કેટિંગ યાર્ડમાં આગથી હાહાકાર: 5 ટ્રક જેટલો કપાસ બળી ખાખ, લાખોનું નુકસાન
અમરેલી,09 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટનાએ ભારે હાહાકાર મચાવ્યો છે. યાર્ડમાં વેપારી અશ્વિન ટાઢાણીના કપાસના ઢગલામાં અચાનક આગ લાગતા ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ બાબરા નગરપાલિકાનું
બાબરા માર્કેટિંગ યાર્ડમાં આગથી હાહાકાર: 5 ટ્રક જેટલો કપાસ બળી ખાખ, લાખોનું નુકસાન


અમરેલી,09 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટનાએ ભારે હાહાકાર મચાવ્યો છે. યાર્ડમાં વેપારી અશ્વિન ટાઢાણીના કપાસના ઢગલામાં અચાનક આગ લાગતા ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ બાબરા નગરપાલિકાનું ફાયર ફાઇટર તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

માહિતી મુજબ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલ કપાસના મોટા ઢગલામાં આગ લાગી હતી, જેના કારણે અંદાજે 5 ટ્રક જેટલો કપાસ બળી ખાખ થઈ ગયો છે. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

પ્રાથમિક તપાસ મુજબ આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં આશરે 35 લાખ રૂપિયાના કપાસનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે.

આ ઘટનાએ યાર્ડમાં હાજર વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતા ફેલાવી છે. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આર્થિક નુકસાન ભારે હોવાનું જણાઈ રહ્યું છે. પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande