સુરતમાં શોર્ટ સર્કિટથી કાર મેળામાં આગ, સમયસર કાબૂથી મોટી દુર્ઘટના ટળી
સુરત, 09 એપ્રિલ (હિ.સ.) : સુરતના સીમાડા BRTS રોડ પર સેતુબંધ હાઈટ્સ સામે આવેલા રામ કાર વર્લ્ડ મેળામાં અચાનક આગ લાગી જતા હાહાકાર મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ચા-નાસ્તાની કેબિનમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસના વિ
Surat


સુરત, 09 એપ્રિલ (હિ.સ.) : સુરતના સીમાડા BRTS રોડ પર સેતુબંધ હાઈટ્સ સામે આવેલા રામ કાર વર્લ્ડ મેળામાં અચાનક આગ લાગી જતા હાહાકાર મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ચા-નાસ્તાની કેબિનમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો જોરદાર મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આસપાસ અન્ય કાર મેળાઓ અને મોટી સંખ્યામાં વાહનો હાજર હોવાથી મોટી દુર્ઘટનાની શક્યતા ઊભી થઈ હતી, પરંતુ આગ સમયસર નિયંત્રણમાં આવી જતા ગંભીર નુકસાન ટળી ગયું હતું.

આગની ઘટનામાં કેબિન અને ઓફિસના કેટલાક સાધનોને નુકસાન થયું હતું, જ્યારે અંદર ગેસ સિલિન્ડર હોવાની માહિતી મળતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. છતાં, ફાયર ટીમની ઝડપી કામગીરીને કારણે ત્યાં હાજર 50થી વધુ કારને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande