ગાંધીધામમાં ATM તોડવાની કોશીષ નિષ્ફળ: ગણતરીના દિવસોમાં આરોપી ઝડપાયો
કચ્છ, 09 એપ્રિલ (હિ.સ.) :ગાંધીધામ શહેરમાં ATM મશીન તોડી ચોરી કરવાનો પ્રયાસ કરનાર આરોપીને ગાંધીધામ “એ” ડિવીઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. આ કાર્યવાહી પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ છે. પ્
GDM


કચ્છ, 09 એપ્રિલ (હિ.સ.) :ગાંધીધામ શહેરમાં ATM મશીન તોડી ચોરી કરવાનો પ્રયાસ કરનાર આરોપીને ગાંધીધામ “એ” ડિવીઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. આ કાર્યવાહી પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તા. 03 એપ્રિલ 2026ના રોજ બપોરે લગભગ 2 વાગ્યાના આસપાસ ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઇવે પર આવેલ રાધે કોમ્પ્લેક્ષમાં સ્થિત HDFC બેંકના ATMમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા ચોરીના ઈરાદે ATM મશીન તોડવાની કોશિશ કરવામાં આવી હતી. આ ઘટનામાં આશરે રૂ. 1 લાખ જેટલું નુકસાન થયું હતું, ત્યારબાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અંગે ગાંધીધામ “એ” ડિવીઝન પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ માનવ સૂત્રોના આધારે તપાસને તેજ બનાવવામાં આવી હતી. સતત મહેનતના પરિણામે પોલીસ ટીમે આરોપી પદસિંહ સુખતિસિંહ સોઢા (ઉંમર 29, રહેવાસી તુડબી ગામ, બાડમેર, રાજસ્થાન) ને સામખિયારી વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આવી પ્રકારની મિલ્કત સંબંધિત ગુનાઓને અટકાવવા તથા આરોપીઓને ઝડપથી પકડવા માટે પોલીસ દળ સજ્જ છે અને આગળ પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.

આ સમગ્ર કામગીરીમાં ગાંધીધામ “એ” ડિવીઝન પોલીસની ચુસ્ત કામગીરીને સ્થાનિક લોકો દ્વારા વખાણવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande