
ગીર સોમનાથ 09 એપ્રિલ (હિ.સ.) જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે નાસતા ફરતા તથા લાલશાહી આરોપીને પકડી પાડવા સુચના કરેલ.
જે અનુસંધાને પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ મીસીંગ સેલના ઈન્ચાર્જ પો.સ.ઈ. જે.આર.ડાંગર તથા એ.એસ.આઈ શૈલેષભાઈ ડોડીયા તથા હેડ કોન્સ. પરેશભાઈ ગોહીલ તથા પો.કોન્સ. અજીતસિંહ વાળા ના મળેલ સચોટ બાતમીના આધારે વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૮૬/૨૦૧૮, ઈ.પી.કો. ક. ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦બી તથા જી.પી.આઈ.ડી. એ ક ૩ તથા ઉના પો.સ્ટે. ગુ.ર.નં. ૧૨/૨૦૧૯, ઈ.પી.કો. ક. ૪૦૬, ૪૦૯,૪૨૦, ૧૨૦બી તથા જી.પી.આઈ.ડી. એ ક ૩ ના કામના આરોપીઓ એ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તથા ઉના તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં રહેતા નાના નોકરીયાત તથા મજુર વર્ગના પોતાની મહેનતની મુડી માંથી ઉચ્ચ વળતર મળવાની અપેક્ષાએ રીયલ ઈન્ડીયા ઈન્ફાવેન્ચર્સ પ્રાઈવેટ લીમીટેડમાં રોકાણ કરેલ હતા જેમાં બને ગુના ના કુલ ૩૫૫ જેટલા રોકાણકારોની કુલ રકમ રૂ. ૩.૮૬.૫૮.૭૪૭ (ત્રણ કરોડ છયાશી લાખ અઠાવન હજાર સાતસો સુડતાલીસ) જેવી માતબર રકમની વિવિધ યોજના હેઠળ રોકાણકારોને લાલચ આપી ઉંચું વળતર આપવાની ખાત્રી આપી વિશ્વવાસઘાત અને છેતરપીંડી કરી આરોપીઓએ ગુનો કરી નાસ્તા ફરતા હોય જે ઉપરોકત બને ગુનાના કામે છેલ્લા ૮ વર્ષથી પોતાનું નામ તથા રહેઠાણ બદલી ભાગતા ફરતા નીચે જણાવેલ વિગતેના આરોપીને વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલ છે.
પકડેલ નાસ્તા ફરતા આરોપીનું નામ-
(૧) ધ્રુવ ઉર્ફે મનીષકુમાર રામસમુજ નિષાદ કેવટ રહે. હાલ સ્વામી વિવેકાનંદ હાઉસીંગ બોર્ડ, લક્ષ્મીપુરા રોડ, ગોરવા, જી.વડોદરા શહેર તથા અક્ષરસીટી, કેલનપુર, વડોદરા તથા મુળ રહે. મંગલપુર તા. મહારાજગંજ જી. ગોરખપુર (ઉતરપ્રદેશ)
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ