માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રીફલેકટર તથા રોંગ સાઇડની અસરકારક કામગીરી કરતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 09 એપ્રિલ (હિ.સ.)નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાજુનાગઢ વિભાગ તથા પોલીસ અધિક્ષક જયદિપસિંહ સાહેબ ગીર સોમનાથ નાઓએ ગીર સોમનાથ જીલ્લામાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા સારૂ અસરકારક ટ્રાફીક ડ્રાઇવ કરવા સૂચના કરેલ હતી. જે અનુસંધા
માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રીફલેકટર તથા રોંગ સાઇડની


ગીર સોમનાથ, 09 એપ્રિલ (હિ.સ.)નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાજુનાગઢ વિભાગ તથા પોલીસ અધિક્ષક જયદિપસિંહ સાહેબ ગીર સોમનાથ નાઓએ ગીર સોમનાથ જીલ્લામાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા સારૂ અસરકારક ટ્રાફીક ડ્રાઇવ કરવા સૂચના કરેલ હતી.

જે અનુસંધાને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ દિન પાંચની ટ્રાફીક ડ્રાઇવનું આયોજન જિલ્લા ટ્રાફીક ગીર સોમનાથ દ્વારા આયોજન કરવામાં આવેલ હોય જેમાં ગીર સોમનાથ જિલ્લામાં નેશનલ હાઇવે પર રોંગ સાઇડમાં વાહન ચલાવાના લીધે અકસ્માતના બનાવો બનતા હોય અને રાત્રિના વાહનોમા રીફ્લેક્ટર ન હોવાના લીધે થતા અકસ્માતના બનાવોમાં ઘટાડો લાવવા સારૂ જુદી જુદી જગ્યાએ જિલ્લા ટ્રાફીક તથા પોલીસ સ્ટેશનની ટ્રાફીક ટીમ દ્વારા વાહનચેકીંગ કરી રોંગ સાઇડમા ચલાવતા વાહનો તથા રિફ્લેક્ટર વગરના વાહનોમાં રીફલેક્ટર લગાડવાની તથા ટ્રાફીકની અસરકારક કામગીરી કરવામા આવેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande