ખાનગી મિલકત, સ્થળ વગેરે પર ચૂંટણી પ્રચારના બોર્ડ/બેનર્સ વગેરેના ઉપયોગ પર નિયંત્રણ
ખાનગી મિલકત, સ્થળ વગેરે પર ચૂંટણી પ્રચારના બોર્ડ/બેનર્સ વગેરેના
ખાનગી મિલકત, સ્થળ વગેરે પર ચૂંટણી પ્રચારના બોર્ડ/બેનર્સ વગેરેના ઉપયોગ પર નિયંત્રણ


ગીર સોમનાથ, 09 એપ્રિલ (હિ.સ.)

ગીર સોમનાથમાં યોજાનાર તાલુકા-જિલ્લા તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ દરમિયાન રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની આચારસંહિતાનું પાલન થાય તેમજ મુક્ત, ન્યાયી તથા પારદર્શક ચૂંટણી યોજાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા ખાનગી મિલકત, સ્થળ વગેરે પર ચૂંટણી પ્રચારના બોર્ડ/બેનર્સ વગેરેના ઉપયોગ પર નિયંત્રણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર જો સ્થાનિક કાયદાઓ ખાનગી જગ્યાઓ પર દીવાલ પર લખાણ કરવા, પોસ્ટરો ચોંટાડવા, પાટિયા-ઝંડા લખાણો વગેરે લગાડવાની મંજૂરી આપતા ન હોય તો ખાનગી મિલકતના માલિકની મંજૂરી મળી હોય તો પણ ખાનગી જગ્યા પર, દીવાલ પર લખાણ કે પાટિયા-ઝંડા લખાણ કરી શકાશે નહીં.

સ્થાનિક કાયદા હેઠળના પ્રતિબંધને આધિન રહીને, રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના એજન્યો કાર્યકર્તાઓ, ટેકેદારો પોતાની મિલકત પર ચૂંટણી પ્રતિકને દર્શાવતા તેમના પક્ષનો એક ઝંડો ફરકાવી શકશે પરંતુ સ્વૈચ્છાથી અને કોઈપણ પ્રકારના દબાણ વગર આમ કરતા હોય.

સ્થાનિક કાયદાઓ જયાં તેના માલિકની પરવાનગીથી ખાનગી જગ્યામાં દીવાલો પર લખાણ કરવાની અને પોસ્ટરો ચોંટાડવાની, હોર્ડિગ્સ, બેનર્સ વગેરે લગાડવાની મંજૂરી આપતા હોય ત્યાં, ચૂંટણી લડતા ઉમેદવારો અથવા સંબંધિત રાજકીય પક્ષોએ મિલકતના માલિક પાસેથી લેખિત પરવાનગી મેળવવાની રહેશે અને તેની ફોટો નકલો નિયત પ્રોફોર્માના પત્રક સાથે તેમાં (ખાનગી) મિલકતના જે માલિક પાસેથી આવી પરવાનગી મેળવી હોય તેનું નામ અને સરનામું, આ હેતુ માટે તેના દ્વારા કરવામાં આવેલા અથવા કરવામાં આવનાર ખર્ચ તેમાં દર્શાવીને, તે ચૂંટણી અધિકારીને અથવા આ હેતુ માટે પદનામિત કરવામાં આવેલા અધિકારીને મોકલી આપવાની રહેશે.ચૂંટણી અધિકારી અથવા ચૂંટણી નિરીક્ષક અથવા ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા કોઈપણ અધિકારી સરળતાથી તપાસ કરી શકે એ માટે, ચૂંટણી લડતા ઉમેદવારે ગામ /વિસ્તાર / નગરવાર આવી માહિતી, આવશ્યક પરવાનગી મેળવી લીધા પછી ૩ દિવસની અંદર ચૂંટણી અધિકારીને અથવા અધિકૃત અધિકારીને પૂરી પાડવાની રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ તથા ચૂંટણી અંગેની આચારસંહિતાની જોગવાઈઓ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande