
સોમનાથ,9 એપ્રિલ (હિ.સ.) સોમનાથ સ્વદેશી હાટ માં ધંધો કરતા આશરે 200 જેટલા વેપારીઓ ધંધો કરે છે તેમાં સમાવિષ્ટ જૂના શોપિંગ સેન્ટર, તન્ના ગેસ્ટ હાઉસ લાઈન, તથા હરાજી માં મળેલ દુકાનદારો તમામ આ નવા સ્વદેશી હાટ માં ધંધો કરીએ છીએ. જેમાં નું હરાજી તથા વિતરણ કલેકટર ની દેખરેખ હેઠળ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ વિતરણ સમયે ટ્રસ્ટ દ્વારા સ્વદેશી હાર્ટ ના વેપારીઓ ને બે વાયદા કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પણ વાયદો પૂર્ણ થયેલ નથી. જેમાં પ્રથમ વાયદો હતો કે નવા સ્વદેશી હાટ ને ભોજનાલય પાસે થી નવો રસ્તો ફાળવવામાં આવશે જેની દુકાનદારો ને વધુ ને વધુ ધંધામાટે લાભ મળે પરંતુ આ વાત ને આજે 5 મહિના પૂર્ણ થઈ ગયા છે. પરંતુ કોઈ પણ રસ્તો હજુ સુધી હાલની તકે કોઈ રસ્તો આપવામાં આવિયો નથી આ બાબતે સ્વદેશી હાર્ટ ના વેપારીઓ દ્વારા અવારનવાર ટ્રસ્ટ માં રજૂ વાત કરીએ છે પરંતુ કોઈ સંતોષ કારક ઉત્તર મળતો નથી.
બીજો વાયદો ફક્ત બે અઠવાડિયામાં સોમનાથ મંદિર ની આજુબાજુના વિસ્તારમાં આવેલા તમામ પાથરણા વાળા ને સંપૂર્ણપણે સાફ કરી દેવામાં આવશે .પરંતુ છેલ્લા ચાર મહિનાથી આ પથારા ફરીથી પાછા ચાલુ થઈ ગયા છે. જાહેરનામા હોવા છતાં પણ આ પથારા ધમધમે છે. આ પથારા સોમનાથ પાર્કિંગ જુના મંદિર પાસે તથા મંદિરના પટાંગણમાં પણ ફેલાયેલા છે.
આ બાબતે સ્વદેશી હાર્ટ ના તમામ વેપારીઓ દ્વારા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલ છે અને તાત્કાલિક પ્રશ્ન ના નિરાકરણ માટે માંગણી કરવામાં આવેલ છે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ