ગીર સોમનાથના રાખેજ પાટિયા પાસે પોલીસનું સઘન ચેકિંગ
ગીર સોમનાથ, 9 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ધામળેજ નજીક રાખેજના પાટિયા પાસે સુત્રાપાડા
ધામળેજ નજીક રાખેજ પાટિયા પાસે પોલીસનું સઘન ચેકિંગ


ગીર સોમનાથ, 9 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ધામળેજ નજીક રાખેજના પાટિયા પાસે સુત્રાપાડા પોલીસ દ્વારા ખાસ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. બંને તાલુકાની હદ પર વાહનોની કડક તપાસ કરી શંકાસ્પદ વ્યક્તિઓ અને સામાન પર તેજ નજર રાખવામાં આવી હતી.

આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ધામળેજ ઓપીના સ્ટાફ દ્વારા હાથ ધરાવામાં આવ્યો. જેમાં કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ સોલંકી અને સુભાષભાઈ સહિતના પોલીસ કર્મચારીઓએ સઘન ચેકિંગ કરી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા જણાવાયું હતું કે ચૂંટણી સમયગાળા દરમિયાન આવી ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રાખ્યું છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande