મહેસાણાના ધનાલી ગામે મેલેરિયા નિયંત્રણ માટે આરોગ્ય ટીમની કામગીરી, ઉમંગ રિસોર્ટમાં તપાસ
મહેસાણા, 09 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ધનાલી ગામ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા નિયંત્રણ માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુરજના ગામ હેઠળ આવેલા ઉમંગ રિસોર્ટમાં તાલુકા હેલ્થ ઓફિસર તથા જિલ્લા
ધનાલી ગામે મેલેરિયા નિયંત્રણ માટે આરોગ્ય ટીમની કામગીરી, ઉમંગ રિસોર્ટમાં તપાસ


મહેસાણા, 09 એપ્રિલ (હિ.સ.) :

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ધનાલી ગામ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા નિયંત્રણ માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુરજના ગામ હેઠળ આવેલા ઉમંગ રિસોર્ટમાં તાલુકા હેલ્થ ઓફિસર તથા જિલ્લા મેલેરિયા શાખા મહેસાણાની ટીમ દ્વારા સંયુક્ત મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન PVT પોઝિટિવ કેસની સ્થળ પર તપાસ કરવામાં આવી અને દર્દીની હાલત તથા સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ રોગના ફેલાવાને અટકાવવા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટીમ દ્વારા ઉમંગ રિસોર્ટ વિસ્તારમાં પોરાનાશક (એન્ટી-લાર્વલ) કામગીરીનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું. પાણી ભરાયેલા સ્થળો, ટાંકા અને આસપાસના વિસ્તારોમાં મચ્છર નિયંત્રણ માટેની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આરોગ્ય અધિકારીઓએ સ્થાનિક સ્ટાફને મેલેરિયા નિયંત્રણ માટે સતત દેખરેખ રાખવા, લોકોને જાગૃત કરવા અને સ્વચ્છતા જાળવવા સૂચનાઓ આપી હતી. આ કામગીરીથી વિસ્તારમાં મેલેરિયા જેવા રોગો પર નિયંત્રણ મેળવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande