સાવરકુંડલા પત્ની હત્યા કેસમાં પતિને આજીવન કેદની સજા
અમરેલી,09 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બનેલા પત્ની હત્યાના ગંભીર કેસમાં અદાલતે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં આરોપી સુરેશભાઈ રાજાભાઈ સોલંકી દ્વારા પોતાની પત્ની શોભાબેનની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, જેન
સાવરકુંડલા પત્ની હત્યા કેસમાં પતિને આજીવન કેદની સજા


અમરેલી,09 એપ્રિલ (હિ.સ.)

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બનેલા પત્ની હત્યાના ગંભીર કેસમાં અદાલતે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં આરોપી સુરેશભાઈ રાજાભાઈ સોલંકી દ્વારા પોતાની પત્ની શોભાબેનની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, જેને લઈને કોર્ટમાં લાંબી કાનૂની કાર્યવાહી ચાલી હતી.

માહિતી મુજબ, સાવરકુંડલામાં આકાશી મેલડી માતાના મંદિર નજીક રહેતા અને બાદમાં સુરતમાં વસવાટ કરતા સુરેશભાઈનો આરતીબેન જેરામભાઈ પરમાર સાથે આડાસંબંધ હતો. આ સંબંધ અંગે જાણ થતાં પત્ની શોભાબેન અને પતિ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પત્ની આ સંબંધમાં અવરોધરૂપ બનતા આરોપીએ ખૂન કરવાની યોજના બનાવી હતી.

તા. 27 એપ્રિલ 2022ના રોજ આરોપીએ પોતાની પત્નીને સૂરાપુરા દાદાના દર્શન કરવાનું કહી સુરતથી લીલીયા તાલુકાના લોકા ગામની સીમમાં અવાવરુ જગ્યાએ લઈ જઈ રૂમાલ વડે ગળું દબાવી હત્યા કરી હતી. બાદમાં મૃતદેહને ખાડામાં ફેંકી આરોપી ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અંગે મૃતક મહિલાના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઈ હતી. પુરાવા અને સાક્ષીઓના આધારે અદાલતે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande