
જામનગર, 09 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરમાં મહાનગર પાલિકાની મિલકતો ઉપર ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જાહેરાત ના બોર્ડ હોર્ડિંગ્સ, કિયોસ્ક વગેરે લગાવી દેવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવેલ હતું. જેને લઈ એસ્ટેટ શાખાની ટીમ દોડતી થઈ હતી.
મહાનગરપાલિકાના દબાણ હટાવ નીરીક્ષક અનવર ગજણની રાહબરીમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બે ટુકડીઓને દોડતી કરાવવામાં આવી હતી. બીએ ટીમ દ્વારા જામનગર મહાનગરપાલિકા હસ્તકના સ્ટ્રીટ લાઈટના પોલ ઉપર લગાવવામાં આવેલા કિયોસ્ક કે જેની કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવાઈ નથી, તેવા આશરે 750 થી વધુ બોર્ડ ઉતારી લઇ જપ્ત કરી લેવાયા છે, અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. આ કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી છે.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં મહાનગરપાલિકાની મજૂરી વગર જાહેરાતના હોડિંગો અને કિસ્યોક બોર્ડ અનેક સ્થળોએ લગાવવામાં આવેલ હોવાનું તપાસ દરમ્યાન બહાર આવતા એસ્ટેટ શાખાની ટીમ ચેકીગ હાથ ધરેલ હતું.જેમાં સ્ટ્રીટ લાઈટના પોલ પણ ગેરકાયદેસર જાહેરાતના બોર્ડ લગાવેલ હતા.જેની કોઈ મજૂરી કે ચાર્જિસ પણ ભરેલ ન હતા. જેને લઈ મહાનગરપાલિકાની ટીમે ઝુંબેશ શરૂ કરી છે.
જેમાં બે દિવસમાં 750 બોર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા આવા મજૂરી વગરના સ્ટ્રીટ લાઈટમાં બોર્ડ લગાડનાર સામે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તો મનપાને આવક પણ થઈ શકે. બીજા કોઈ મજૂરી વગર બોર્ડ પણ ન લગાવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt