ચલાલા શહેરમાં સિંહની એન્ટ્રી: રહેણાંક વિસ્તારમાં લટાર મારતો ‘જંગલનો રાજા’ CCTVમાં કેદ
અમરેલી,09 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી પંથકમાં આવેલા ચલાલા શહેરમાં સિંહની હાજરીથી લોકોમાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય રીતે જંગલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતા સિંહ હવે શહેર તરફ પ્રયાણ કરતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં સાંજના સમયે એક
ચલાલા શહેરમાં સિંહની એન્ટ્રી: રહેણાંક વિસ્તારમાં લટાર મારતો ‘જંગલનો રાજા’ CCTVમાં કેદ


અમરેલી,09 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી પંથકમાં આવેલા ચલાલા શહેરમાં સિંહની હાજરીથી લોકોમાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય રીતે જંગલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતા સિંહ હવે શહેર તરફ પ્રયાણ કરતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં સાંજના સમયે એક સિંહ બિન્દાસ રીતે ચલાલા-ધારી રોડ પર લટાર મારતો નજરે પડ્યો હતો.

માહિતી મુજબ આ સિંહ શિકારની શોધમાં શહેરમાં આવી પહોંચ્યો હોવાનું અનુમાન છે. ચલાલા તથા આસપાસના ગામોમાં અગાઉ પણ સિંહોની હાજરી નોંધાતી રહી છે, પરંતુ શહેરના રહેણાંક વિસ્તારમાં આવી રીતે ખુલ્લેઆમ ફરતો સિંહ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ સમગ્ર ઘટના નજીકના એક રહેણાંક મકાનના CCTV કેમેરામાં કેદ થઈ છે, જે વિડિઓ હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. વિડિઓમાં સિંહ નિર્ભય રીતે રસ્તા પર ચાલતો જોવા મળે છે, જેનાથી સ્થાનિક લોકો ચિંતિત બન્યા છે.

વન વિભાગ દ્વારા સિંહની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ધારી પંથક, જેને સિંહોનું સામ્રાજ્ય માનવામાં આવે છે, ત્યાંથી હવે શહેર સુધી સિંહોની હાજરી વધતી હોવાના સંકેતો મળી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande