મહેસાણા ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ
મહેસાણા, 09 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓને લઈને જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજ
મહેસાણા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ


મહેસાણા, 09 એપ્રિલ (હિ.સ.) :

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓને લઈને જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી પ્રક્રિયા, સમયપત્રક અને વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. મતદારોને સરળતાથી મતદાન કરી શકે તે માટે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમજ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા પ્રોત્સાહિત કરવા માટે જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવશે. આ સાથે આચાર સંહિતાનું કડક પાલન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. જિલ્લામાં ચૂંટણીને લઈને તંત્રની તૈયારી અને પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande