
સુરત, 09 એપ્રિલ (હિ.સ.) : શહેરમાં પોલીસ સક્રિય હોવા છતાં બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ અલગ અલગ તરકીબો આજમાવીને આ ધંધાને ફૂલૂયાફાલ્યા રાખવાના પ્રાસયો કરી રહ્યા છે જોકે પોલીસ આવા તત્વોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. દરમ્યાન આ જ દિશામાં હવે અશ્વિનીકુમાર પોલીસે મોપેડ પર ગાંજાની હેરાફેરી કરી રહેલા એક આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ગાંજાનો જથ્થો તથા મોપેડ સહિતનો મુદદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર સેકટર-1 બલરામ મિણા તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન-1 આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશ્નર 'બી' ડિવીઝન પી.કે.પટેલ નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટીકસની બદીને સંપૂર્ણ નેસ્ત નાબુદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજયોમાંથી ચોરી છુપીથી નાર્કોટીક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃતી અટકાવવા કડક હાથે ઝુબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે સખ્ત સુચના આપી હતું. જેથી અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.પટેલ નાઓએ પોલીસ વિસ્તારમાં નાર્કોટીક્સ ડ્રગ્સના કેસો શોધી કાઢવા અંગે જરૂરી માર્ગદર્શન આપતા સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં ચાલુ કરવામાં આવી હતી.ત્યારે એવી બાતમી મળી હતી કે, “ એક ઇસમ ગ્રે કલરની મોપેડ લઇને અશ્વિનીકુમાર પ્રમુખ સ્વામી બ્રીજ નિચે રેલ્વે પટરીથી સરસ્વતી સર્કલ તરફ ગાંજાનો જથ્થો લઈને નિકળનાર છે.
આ બાતમીના આધારે પોલીસે રેઇડનું આયોજન કરી આરોપી હરેશભાઇ જાદવભાઈ સોનારીયાને ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી રૂ. 5 હજારનો ગાંજો,એક મોપેડ તથા મોબાઈલ અને રોકડ મળી કુલ્લે રૂ.48 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુઇ તપાસ હાથ ધરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે