પોરબંદર મનપા દ્વારા સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન
પોરબંદર, 09 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સફાઈ કર્મચારીઓના આરોગ્યને પ્રાથમિકતા આપતા આજરોજ હેલ્થ ચેક અપ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા સફાઈ કર્મચારીઓ માટે આ કેમ્પ
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન.


પોરબંદર, 09 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સફાઈ કર્મચારીઓના આરોગ્યને પ્રાથમિકતા આપતા આજરોજ હેલ્થ ચેક અપ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા સફાઈ કર્મચારીઓ માટે આ કેમ્પ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે એક સરાહનીય પહેલ તરીકે સાબિત થયો હતો.

આ ‘સફાઈ મિત્ર હેલ્થ સુરક્ષા ચેકઅપ કેમ્પ’ માં વિવિધ વિભાગના નિષ્ણાત ડોક્ટરો, ફિઝિશિયન, સર્જન તેમજ અનુભવી સ્ટાફ નર્સોની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. ઉપરાંત કડિયાપ્લોટ UPHC સેન્ટરના ડોક્ટરો દ્વારા પણ સક્રિય સહભાગિતા સાથે કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.

આ કેમ્પ દરમિયાન લગભગ 430 જેટલા સફાઈ કર્મચારીઓનું વિગતવાર મેડીકલ ચેક અપ કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સામાન્ય રોગચાળો તેમજ અન્ય આરોગ્ય સમસ્યાઓનું નિદાન કરવામાં આવ્યું હતું. જરૂરી દર્દીઓને સ્થળ પર જ દવાઓ આપવામાં આવી અને વધુ સારવાર માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓ શહેરની સ્વચ્છતા માટે સતત પરિશ્રમ કરે છે અને તેમના આરોગ્યનું જતન કરવું તંત્રની જવાબદારી છે. આ પ્રકારના કેમ્પો દ્વારા તેમના આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવામાં પણ મદદ મળે છે.

આ મેડિકલ કેમ્પ સફળ બનાવવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ, આરોગ્ય વિભાગ તથા સ્ટાફના સહકારને વખાણવામાં આવ્યો હતો. ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની મહાનગરપાલિકા દ્વારા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande