
મહેસાણા, 09 એપ્રિલ (હિ.સ.) :
મહેસાણા શહેર સ્થિત કોંગ્રેસ ભવન ખાતે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ દ્વારા PAC (પોલિટિકલ અફેર્સ કમિટી)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પક્ષના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ચૂંટણી માટેની તૈયારીઓ, ઉમેદવારોની પસંદગી, પ્રચારની વ્યૂહરચના અને મતદારો સાથે વધુ સક્રિય સંપર્ક સાધવા અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાર્ટીની સ્થિતિ મજબૂત બનાવવા માટે વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.
પાર્ટી નેતાઓએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી અને વિકાસલક્ષી મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડવામાં આવશે. સાથે જ કાર્યકરોને એકજૂટ રહીને પાર્ટીના વિચારધારા લોકો સુધી પહોંચાડવા આહ્વાન કરવામાં આવ્યું હતું. આ બેઠક દ્વારા કોંગ્રેસ પક્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોતાની તૈયારીને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, જેનાથી રાજકીય માહોલ ગરમાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR