પાટણ નગરપાલિકા ચૂંટણી: ઉમેદવારી ફોર્મ પ્રક્રિયા તેજ ગતિએ
પાટણ, 09 એપ્રિલ (હિ.સ.) પાટણ પ્રાંત કચેરી ખાતે 6 એપ્રિલથી નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઈ છે. પ્રથમ દિવસથી જ ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ફોર્મ મેળવવા માટે લોકોનો ધસારો નોંધાયો હતો. આ પ્રક્રિયા
પાટણ નગરપાલિકા ચૂંટણી: ઉમેદવારી ફોર્મ પ્રક્રિયા તેજ ગતિએ


પાટણ, 09 એપ્રિલ (હિ.સ.) પાટણ પ્રાંત કચેરી ખાતે 6 એપ્રિલથી નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઈ છે. પ્રથમ દિવસથી જ ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ફોર્મ મેળવવા માટે લોકોનો ધસારો નોંધાયો હતો. આ પ્રક્રિયા માટે ખાસ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

છેલ્લા ચાર દિવસમાં કુલ 228 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે, જ્યારે અત્યાર સુધી માત્ર બે ઉમેદવારો દ્વારા ત્રણ ફોર્મ જમા કરાવવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નંબર 9માંથી અપક્ષ ઉમેદવાર નરેશ દવેએ બે ફોર્મ ભર્યા છે અને વોર્ડ નંબર 3માંથી મીનાક્ષી રવિકુમાર ઝાલાએ એક ફોર્મ રજૂ કર્યું છે.

ઉમેદવારી ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે, જ્યારે પાટણ નગરપાલિકાની ચૂંટણી 26 એપ્રિલના રોજ યોજાવાની છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande