અમરેલીમાં રાજકીય ગરમાવો: ભાજપના જિલ્લા પંચાયત સભ્ય રાણા રાદડિયા કોંગ્રેસમાં જોડાયા
અમરેલી,09 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય હલચલ તેજ બની છે. ભાજપમાં ભડકો સર્જનાર ઘટના રૂપે જિલ્લા પંચાયતના સભ્ય રાણાભાઇ રાદડિયા કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. બે દિવસ પહેલા જ ભાજપમાંથી રાજીન
અમરેલીમાં રાજકીય ગરમાવો: ભાજપના જિલ્લા પંચાયત સભ્ય રાણાભાઇ રાદડિયા કોંગ્રેસમાં જોડાયા


અમરેલી,09 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય હલચલ તેજ બની છે. ભાજપમાં ભડકો સર્જનાર ઘટના રૂપે જિલ્લા પંચાયતના સભ્ય રાણાભાઇ રાદડિયા કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. બે દિવસ પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપનાર રાણાભાઇએ હવે સત્તાવાર રીતે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે.

રાણાભાઇ રાદડિયાએ કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના હાથે ખેસ ધારણ કરીને પક્ષમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા વિસ્તારની જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને સ્થાનિક રાજકારણમાં તેમનો સારો પ્રભાવ રહ્યો છે.

તેમના આ પગલાથી ભાજપમાં આંતરિક અસંતોષ અને ભંગાણની ચર્ચાઓ તેજ બની છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ પ્રકારના રાજકીય પરિવર્તનથી પક્ષોની વ્યૂહરચનામાં પણ ફેરફાર થવાની શક્યતા છે.

કોંગ્રેસ માટે આ જોડાણને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે તે જિલ્લામાં સંગઠનને મજબૂત બનાવવામાં મદદરૂપ બની શકે છે. બીજી તરફ ભાજપ માટે આ ઘટના પડકારરૂપ બની રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande