સુરત જિલ્લાની તમામ શાળાઓમાં ચૂંટણી જાગૃતિ માટે, રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું
સુરત, 09 એપ્રિલ (હિ.સ.): સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સુરત જિલ્લામાં ચૂંટણી પ્રચાર-પ્રસાર અને મતદાતા જાગૃતિ વધારવાના હેતુસર આજરોજ જિલ્લાની તમામ શાળાઓમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપ
Surat


સુરત, 09 એપ્રિલ (હિ.સ.): સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સુરત જિલ્લામાં ચૂંટણી પ્રચાર-પ્રસાર અને મતદાતા જાગૃતિ વધારવાના હેતુસર આજરોજ જિલ્લાની તમામ શાળાઓમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ અને મતદાનના મહત્વ અંગે પ્રેરણા પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ આયોજનના ભાગરૂપે 10 x 15 ફૂટના વિશાળ કદના ચૂંટણી પ્રચાર આધારિત રંગોળી ચિત્રો વિવિધ સ્થળોએ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા સેવા સદન-2 કલેક્ટર કચેરી ખાતે હિલ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ આધારિત સુંદર રંગોળી ચિત્ર બનાવવામાં આવ્યું હતું.

જિલ્લા સેવા સદન-2 વિંગ ખાતે ધી માંડવી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ આકર્ષક ચૂંટણી પ્રચાર આધારિત રંગોળી ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હતું.

સુરત જિલ્લા પંચાયત બિલ્ડીંગ ખાતે સંસ્કાર ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ વિષયક ખૂબ જ સુંદર રંગોળી ચિત્ર બનાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ તમામ રંગોળી ચિત્રો સંબંધિત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ પ્રતિબિંબ રજૂ કરે છે.

આ રંગોળીઓમાં મતદાન જાગૃતિ, મતદાન કરવું એ ફરજ છે, જાગૃત મતદાર - મજબૂત લોકશાહી જેવા સંદેશાઓને સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે માનનીય કલેક્ટર સાહેબે સુંદર રંગોળી બનાવવા બદલ ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની સર્જનાત્મકતા તથા જાગૃતિ પ્રત્યે પ્રશંસા વ્યક્ત કરી હતી.

જિલ્લાની તમામ શાળાઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય જનતામાં ચૂંટણી પ્રત્યે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande