સાવરકુંડલામાં સંવેદનશીલ મતદાન મથકોની SDM અને પોલીસ અધિકારીઓ દ્વારા મુલાકાત
અમરેલી, 09 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આ અંતર્ગત સાવરકુંડલા SDM તેમજ ઓરેન્ટ
સાવરકુંડલામાં સંવેદનશીલ મતદાન મથકોની SDM અને પોલીસ અધિકારીઓ દ્વારા મુલાકાત


અમરેલી, 09 એપ્રિલ (હિ.સ.) :

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આ અંતર્ગત સાવરકુંડલા SDM તેમજ ઓરેન્ટ અધિકારી અને મદદનીશ પોલીસ અધિક્ષક દ્વારા તાલુકાના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ મતદાન મથકોની હાલની સ્થિતિ, સુરક્ષા વ્યવસ્થા, મતદારોની સુવિધા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ બંદોબસ્ત, CCTV કેમેરા અને અન્ય સુરક્ષા ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અધિકારીઓએ સ્થળ પર હાજર કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતી રાખવા સૂચનાઓ આપી હતી. આ પ્રકારની પૂર્વ તૈયારી દ્વારા ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર પ્રતિબદ્ધ હોવાનું જણાઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande